Western Times News

Gujarati News

પત્નીના રીલ બનાવવાથી નારાજ સરકારી કર્મચારીનો આપઘાત

રાજસ્થાનના અલવરમાં કરૂણ બનાવ બન્યો

આપઘાત કરતા પહેલા યુવકે સોશિયલ મિડીયા પર લાઈવ થઈને અશ્લિલ કોમેન્ટ કરનારા લોકોને જવાબ પણ આપ્યો હતો

રાજસ્થાન , રાજસ્થાનના અલવરમાં આ કરૂણ બનાવ બન્યો હતો. પતિએ ઘણીવાર પત્નીને રીલ ન બનાવવા કહ્યું હતું પરંતુ પત્ની માનતી ન હતી. જેને પગલે બંને વચ્ચે જોરદાર ઝઘડો થતા પત્ની રિસાઈને પિયર જતી રહી હતી. અંતે પરેશાન પતિએ આત્મહત્યા કરી લીધી. આપઘાત કરતા પહેલા યુવકે સોશિયલ મિડીયા પર લાઈવ થઈને અશ્લિલ કોમેન્ટ કરનારા લોકોને જવાબ પણ આપ્યો હતો. પરિવારમાં આ બાબતને લઈને થતા ઝઘડા ગે પણ કહ્યું હતું. રૈણી થાણા વિસ્તારના નાંગલબાસ ગામમાં રહેતા સિધ્ધાર્થ દૌસા સ્વાસ્થય વિભાગમાં એલડીસી પદે ફરજ બજાવતો હતો.

દોઢ વર્ષ પહેલા પિતાની જગ્યાએ તેને નોકરી મળી હતી. સિધ્ધાર્થના માયા નામની યુવતી સાથે લગ્ન થયા હતા. ૫ એપ્રિલે સિધ્ધાર્થે આપઘાત કરતા તેના પરિવારજનોએ ૬ એપ્રિલના રોજ એફઆઈઆર દાખલ કરાવી હતી. માયાને સોશિયલ મિડીયા પર રીલ બનાવવાનો શોખ હતો. તે સોશિયલ મિડીયા પર રીલ બનાવીને મુકતી હતી. જેમાં અશ્લિલ કોમેન્ટને કારણે સિધ્ધાર્થ પરેશાન હતો. જેને કારણે બન્ને વચ્ચે ઝઘડા થતા હતા. દંપત્તીને ત્રણ દિકરી અને એક દિકરો છો.

સિધ્ધાર્થે માયાને રીલ બનાવવા મનાઈ કરી તો તેમની વચ્ચે ઝઘડો થયો. અંતે માયા પિયર ચાલી ગઈ હતી. જેમાં માયાએ સિધ્ધાર્થ પર આરોપ લગાવીને પોલીસમાં ફરિયાદ કરી હતી. કહેવાય છે કે સિધ્ધાર્થને દારૂની લત લાગી ગઈ હતી. જેને કારણે પણ બન્ને વચ્ચે ઝઘડા થતા હતા. આત્મહત્યા કરતા પહેલા સિધ્ધાર્થ ઓનલાઈન આવ્યો હતો. તેણે કહ્યું કે તે પણ વિડીયો જોઈ રહી છે. સાંભળી લે , તુ છુટાછેડા લઈ લે. ચાર બાળકો મારી પાસે રહેશે. રતિરામ કોણ છે, હું તારો પતિ છું. હું કહીશ તે થશે. આજે હુ લાઈવ આવ્યો છું.

પોતાના ભાઈને મરવા માટે છોડી દઉં. સોશિયલ મિડીયાના માધ્યમથી આ કહી રહ્યો હું મરી જઈશ. મારા ભાઈ અને તેન વચ્ચે લડાઈ ગઈ છે. કેવી રીતે થયું છે. હું મારા ભાઈની સાથે છું. મારી આઈડી અને મારૂ સીમ બધુ જ સાસરીયાઓ પાસે છે. કેટલાક લોકો મને ખોટો કહેશે. પરંતુ હું મારા ભાઈનો સાથ નહી છોડું. મારા મોત માટે જવાબદાર રતિરામ અને માયા છે. મારો ભાઈ સલામત છે. મારા પરિવારની લડાઈ હતી. એવું હું માનુ છું. પરંતુ એવું ન થવું જોઈએ કે કોઈને ફસાવી દેવાય. મેં મારા સાસરીયાના પગ પણ ઘણીવાર પકડ્યા. તેનાથી વધારે કંઈ કરવા માંગતો નથી.પરંતુ હું હવે ચુપ નહી રહું. આ પહેલા મેં ક્યારેય રીલ નથી બનાવી. પરંતું હવે હું મજબુરીમાં લાઈવ આવ્યો છું.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.