પત્નીની હત્યા કરીને સૂટકેસમાં ભરી અને હોસ્પિટલમાં ડંપ કરીને આગ લગાવી દીધી
હૈદરાબાદ: હૈદરાબાદમાં ૨૭ વર્ષની મહિલાના ર્નિદયતાપૂર્વક હત્યાનો કેસ સામે આવ્યો છે. પોલિસે શબની ઓળખ કરી લીધી છે. આ શબ એસવીઆરઆર ગવર્મેન્ટ હોસ્પિટલમાં પાંચ દિવસ પહેલા સૂટકેસમાં જાેવા મળ્યુ હતુ. હત્યામાં મુખ્ય આરોપી મહિલાનો પતિ જ છે. આરોપ છે કે પતિએ જ પોતાની પત્નીની હત્યા કરી છે. વાસ્તવમાં મહિલાનુ શબ એટલુ વિકૃત હતુ જેના કારણે તેની ઓળખ થઈ શકી નહોતી પરંતુ પોલિસ અધિકારીઓએ સીસીટીવી ફૂટેજની તપાસ કરી જેમાં એ સામે આવ્યુ કે કેબ ડ્રાઈવરે આ શબને ડંપ કરવામાં મદદ કરી હતી.
જ્યારે કેબ ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી તો પોલિસને એ અંગે માહિતી મળી કે જે મહિલાનુ મોત થયુ છે તે ૨૭ વર્ષની ભુવનેશ્વરી છે અને તે ચિત્તૂરના રામસમુદ્રમની રહેવાસી છે. તે વ્યવસાયે સૉફ્ટવેર એન્જિનિયર હતી અને હૈદરાબાદમાં નોકરી કરતી હતી. ભુવનેશ્વરીના લગ્ન શ્રીકાંત રેડ્ડી સાથે ૨૦૧૯માં થયા હતા. બંનેને ૧૮ મહિનાની દીકરી હતી.
લગ્ન બાદ શ્રીકાંત અને ભુવનેશ્વરી તિરુપતિમાં રહેવા લાગ્યા. કોરોના કાળમાં શ્રીકાંતની નોકરી જતી રહી હતી. નોકરી જવાથી ડિપ્રેશનમાં શ્રીકાંતને નશાની લત લાગી ગઈ અને તે દારુ પીવા લાગ્યો જેના કારણે તેના પોતાની પત્ની સાથે ઘણી વાર ઝઘડા થતા હતા.
૨૨ જૂનની રાતે શ્રીકાંતની પત્ની સાથે કોઈ વાત માટે ઝઘડો થઈ ગયો હતો. ગુસ્સામાં શ્રીકાંતે ભુવનેશ્વરીની હત્યા કરી દીધી. ત્યારબાદ તેણે ટેક્સી ભાડે કરી લીધી અને શબને હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ ડંપ કરી દીધુ. પરંતુ એ રાતે જ તે પાછો હોસ્પિટલ ગયો અને સૂટકેસમાં પેટ્રોલ નાખીને તેને આગ લગાવી દીધી. પોલિસના સૂત્રો અનુસાર શ્રીકાંતે પોતાના પરિવાર અને સાસરિયાવાળાને ખોટુ બોલ્યુ હતુ
તેની પત્ની કોરોનાના ડેલ્ટા વેરિઅંટથી સંક્રમિત હતી અને તેના કારણે તેનુ મોત થઈ ગયુ. એટલુ જ નહિ શ્રીકાંતે પરિવારવાળાને જણાવ્યુ કે ભુવનેશ્વરીના શબના અંતિમ સંસ્કાર હોસ્પિટલ દ્વારા કરી દેવામાં આવ્યા છે.
શ્રીકાંતનુ જૂઠ એ વખતે સામે આવ્યુ જ્યારે પોલિસ તપાસમાં અજ્ઞાત શબની ઓળખ કરવામાં આવી. પોલિસે ટેક્સી ડ્રાઈવરને સીસીટીવી ફૂટેજના આધારે પકડ્યો જેણે શ્રીકાંતની શબને હોસ્પિટલમાં ડંપ કરવામાં મદદ કરી હતા. ડ્રાઈવરની ધરપકડ કર્યા બાદ પોલિસે શ્રીકાંતની ધરપકડ કરવા માટે સ્પેશિયલ ટીમ બનાવી છે જે હાલમાં ભાગી ગયો છે.