પત્નીની હત્યા પર જુબાની આપવા આવેલા પતિની કોર્ટ પરિસરમાં જ હત્યા
સોનીપત, હરિયાણાના સોનીપત જિલ્લા કોર્ટ પરિસરમાં ગોળીઓ ચલાવવાથી અફરાતફરી મચી જવા પામી છે. જિલ્લા કોર્ટમાં ચેમ્બર નંબર ૨૦૭ બહાર વેદ પ્રકાશ નામના એક વ્યક્તિની બાઇક સવાર બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી અને ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા.
હત્યાની જાણકારી મળતા સોનીપત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. પોલીસે શવ કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે નાગરિક હૉસ્પિટલ મોકલી દીધું છે.
મુકીમપુર ગામનો રહેવાસી વેદ પ્રકાશ ગયા વર્ષે ગામની જ રહેવાસી કનિકા નામની છોકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારબાદ વેદ પ્રકાશ અને કનિકાના પરિવાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આરોપ છે કે છોકરીના પિતા વિજય પાલે પોતાના સાથી સાથે મળીને કનિકાને પહેલા મોતને ઘાટ ઉતારી દીધી અને ત્યારબાદ તેના શવને ગંગ નહેરમાં ફેકી દીધું.
પત્નીની હત્યાના કેસમાં વેદ પ્રકાશ મુખ્ય સાક્ષી હતો અને જ્યારે તે કોર્ટમાં જુબાની આપવા માટે કોર્ટ પહોંચ્યો તો ચેમ્બર નંબર ૨૦૭ બહાર બાઇક સવાર બે બદમાશોએ ગોળીઓ ચલાવી દીધી અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા. સોનીપત કોર્ટમાં પહેલા પણ ઘણી વખત ગેંગવાર થઈ ચૂક્યો છે. આ ઘટનાની જાણકારી આપતા સિટી પોલીસ સ્ટેશનના અધિકારી વજીર સિંહે જણાવ્યું કે વેદ પ્રકાશ નામના યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.
વેદ પ્રકાશે ગામની જ એક છોકરી કનિકા સાથે ગયા વર્ષે લગ્ન કર્યા હતા અને આરોપ છે કે કનિકાને તેના પિતા વિજયપાલે જ તેની હત્યા કરાવી દીધી.
આ ઘટનામાં વેદ પ્રકાશ મુખ્ય સાક્ષી હતો અને તે આજે (શુક્રવારે) કોર્ટમાં જુબાની આપવા ગયો હતો ત્યારબાદ તેની બાઈક સવાર બે બદમશોએ ૩ ગોળી મારીને હત્યા કરી દીધી. પોલીસ આખી ઘટનામાં કેસ દાખલ કરીને આરોપીઓની ધરપકડ માટે પ્રયાસ વધારી દીધા છે.
ગોળી મારીને કોર્ટ પરિસરમાં હત્યા કરવાની જાણકારી પર એસપી હિમાંશુ ગર્ગ સાથે જ એએસપી નિકિતા ખટ્ટર અને ડીએસપી વિપિન કાદિયાનની ટીમ કોર્ટ પરિસર પહોંચી. પોલીસે કોર્ટ પરિસરમાં શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરી. પોલીસ ૩ યુવકોને કસ્ટડીમાં લીધા છે. તેમના પર વેદ પ્રકાશની બાતમી આપવાની આશંકા છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.HS