Western Times News

Gujarati News

પત્નીની હત્યા બાદ યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો

Files Photo

ગાંધીનગર: પ્રેમલગ્ન બાદ વિખવાદના પગલે પિયરમાં રિસામણે ગયેલી પત્નીની હત્યા કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. પત્નીની હત્યા બાદ યુવકે તરત જ તેની માતાને ફોન કર્યો હતો અને પોતે પણ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરવા જતો હોવાનું કહ્યું હતું. જાે કે, આપઘાત કરવાનું અશક્ય લાગતાં જ્યારે તે કેનાલમાંથી બહાર આવ્યો ત્યારે તેની માતાએ પણ આપઘાતની તૈયારી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે યુવક તરત જ પોતાના ઘરે પહોંચ્યો હતો

પોલીસે ઝડપી લીધો હતો. આરોપીનું નામ ભગવાનદાસ પાટીલ છે, જે નરોડા વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ પાર્ક સોસાયટીમાં રહે છે. તેણે ગાંધીનગરમાં પત્ની દિવ્યાની હત્યા કરી હતી. પ્રેમલગ્નના બે વર્ષ બાદ વાત વાત છુટાછેડા સુધી પહોંચી જતાં પતિએ ૨૧ વર્ષની પત્નીની છરીના ઘા મારીને હત્યા કરી હતી. સેક્ટર-૨૬ ખાતે પત્નીની હત્યા કરીને ભાગેલા આરોપીએ માતાને બધી વાત કરી હતી અને આપઘાત કરવા માટે કૂનાલમાં કૂદ્યો હતો.

આરોપીના ફોનના પગલે ઘરે તેના માતા-પિતા ચિંતિત થઈ ગયા હતા અને વારંવાર ફોન કરવા છતાં યોગેશે ફોન ઉપાડ્યો નહોતો. કોબા નજીક નર્મદા કેનાલની પાસે બાઈક મૂકીને યુવકે કેનાલમાં ઝંપલાવ્યું હતું. ઊંડા પાણીમાં છલાંગ લગાવ્યા બાદ આપઘાત કરવાનું અશક્ય લાગતા યોગેશ જેમતેમ કરીને બહાર આવી ગયો હતો. કેનાલમાંથી બહાર આવીને તેણે પિતાને ફોન કર્યો હતો. યોગેશના અવિચારી પગલાથી વ્યથિત થઈને માતાએ ઘરના બીજા માળથી કૂદવાની તૈયારી કરી હોવાનું પિતાએ કહ્યું હતું. ગભરાયેલો યોગેશ તાત્કાલિક ઘરે ગયો હતો.

બીજી તરફ, યોગેશને ઝડપવા માટે ગાંધીનગર પોલીસે અલગ-અલગ ટીમ બનાવી હતી. જેમાંથી એક ટીમ યોગેશના ઘર પાસે પણ વોચ માટે ગોઠવાઈ હતી. યોગેશ જ્યારે તેની માતાને મળવા માટે પહોંચ્યો ત્યારે પોલીસે ઝડપી લીધો હતો. કલોલના ખોરજના અને હાલમાં કોલવડામાં રહેતા પ્રવિણાબા ડાભીની દીકરી દિવ્યાએ બે વર્ષ પહેલા પરિવારની વિરુદ્ધમાં જઈને લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય સુધી બધુ સારુ રહ્યું હતું

પરંતુ સમય જતાં દિવ્યાની તકલીફ વધવા લાગી હતી. બે વર્ષ સુધી પતિ અને સાસરિયાંની હેરાનગતિ સહન કર્યા બાદ તેણે ડિવોર્સ લેવાનો ર્નિણય લીધો હતો. તે સેક્ટર-૨૬માં આવેલી એક દુકાનમાં નોકરી કરતી હતી. યોગેશ છેલ્લા ત્રણેક દિવસથી તેને મનાવવા માટે તે નોકરી કરતી હતી તે દુકાન પર જતો હતો, પરંતુ કૌટુંબિક ઝઘડાના કારણે સમાધાન શક્ય નહોતું. આવી સ્થિતિમાં યોગેશ રવિવારે ગાંધીનગરમાં આવ્યો હતો અને દિવ્યાને ફોન કરીને મળવા માટે નીચે બોલાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.