પત્નીનું નામ લઈને ગઠિયાઓએ ચોર્યા ૧.૭૭ લાખ રૂપિયાના દાગીના, થયા ફરાર
અમદાવાદ: શહેરમાં બનતા ગુનાઓમાં ખાસ ચોર અને લૂંટ પાછળ જ્યારે કોઈ આરોપી પકડાય તો તે રીઢો હોવાનું સામે આવે છે અથવા તેની પાછળ કોઈ મજબૂરી હોવાનું સામે આવે છે. ક્યારેય તેઓ ચોરી કે લૂંટ કરવા જાય ત્યારે કોઈ પરિવારજનના નામનો ઉલ્લેખ કરતા હોય તેવું સામાન્ય રીતે તો બનતું નથી. પણ અમદાવાદમાં એક એવો ગજબ કિસ્સો આવ્યો છે જે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
શહેરના એક વિસ્તારમાં એક જવેલર્સ શોપમાં બે ગઠિયાઓ ખરીદી કરવાના બહાને ઘુસી ગયા હતા. પણ તેઓને ડર હતો કે દુકાનદારને જાણ થશે તો પકડાઈ જશે. તેથી અચાનક જ લૂંટારુઓ એ પત્નીને ગિફ્ટ આપવાનું કહી દુકાનદારને વિશ્વાસમાં લઈને ચોરી કરી હતી. તસ્કરોને તો ચોરી કરવામાં કામયાબી મળતા જ ‘હર કામયાબ પતિ કે પીછે પત્ની કા હાથ હોતા હે’ કહેવત તે લોકો માટે સાર્થક થઈ પણ દુકાનદાર માટે ‘ચેતતો નર સદા સુખી’ કહેવત લાગુ પડી છે.
અમરાઈવાડીમાં રહેતા કૌશિકભાઈ શુક્લા આઝાદ ચોક પાસે એસ.પી. જવેલર્સ નામની દુકાન ધરાવે છે. ગઈકાલે તેઓ તેમની દુકાને હાજર હતા. ત્યારે એક ૪૫ વર્ષીય અજાણ્યો વ્યકતિ આવ્યો હતો. તેણે દાગીના જાેવા માંગી તેમાંથી અમુક દાગીના ખરીદવાની વાત કરી હતી. બાદમાં તે ચોરી કરવાના ઇરાદે તો આવ્યો હતો પણ પકડાઈ જવાનો સતત ડર તેને સતાવી રહ્યો હતો.
જેથી તેને કૌશિકભાઈને કહ્યું કે, પત્નીને ગિફ્ટ આપવી હોવાથી તેના માટે કંઈક બતાવે. કૌશિકભાઈ બીજા દાગીના બતાવતા હતા, ત્યાં બીજાે વ્યક્તિ આવ્યો હતો જે આ જ ચોરનો સાગરીત હતો. અમુક પ્રકારના દાગીના જાેયા બાદ બને શખશો એક બાદ એક દુકાનમાંથી રવાના થયા હતા.
બાદમાં કૌશિકભાઈએ જાેયું તો દુકાનમાંથી ૧.૭૭ લાખના દાગીના ગાયબ હતા. જેથી આ બને ગઠિયાઓ પત્નીને ગિફ્ટ આપવાનું બહાનું કરીને નજર ચૂકવીને ચોરી કરી ગયા હોવાનું સામે આવતા અમરાઈવાડી પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.