પત્ની અને દીકરાના અસહ્ય ત્રાસથી પતિનો આપઘાત
અમદાવાદ, દુકાન પોતાના નામે કરવા માટે પત્ની અને પુત્રએ આપેલા અસહ્ય ત્રાસથી પુરુષે નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. એટલું જ નહિ, મૃતક પુરુષને દીકરો આખો દિવસ દુકાનમાં કામ કરાવતો હતો. જ્યારે ઘરે આવે તો પત્ની કચરા પોતું અને વાસણ સાફ કરાવતી હતી.
તેની પત્ની તેની સાથે મારઝૂડ કરીને તું મરી જા, તું મરીશ એટલે હું ગરબા ગાઈશ તેવું પણ કહેતા હતા. શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં એક વૃદ્ધે તેની પુત્રવધૂ અને પૌત્ર વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાવ્યો છે.
ફરિયાદી વૃદ્ધનો આક્ષેપ છે કે, તેની પુત્રવધૂ અને પૌત્ર તેના દીકરાની દુકાન પોતાના નામે કરવા માટે તેના પુત્રને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. વૃદ્ધનો આક્ષેપ છે કે, જ્યારે પણ તેમનો દીકરો તેમને રસ્તામાં મળે ત્યારે તેની પત્ની અને પુત્ર દુકાન નામે કરવા માટે ત્રાસ આપીને મારઝૂડ કરે છે. જ્યારે તેની પત્ની તું મરી જા, તું મરીશ એટલે હું ગરબા ગાઈશ તેવું કહે છે.
કેટલાક દિવસ અગાઉ તેમનો પુત્ર તેમના ઘરે આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, હું બહુ દુઃખી છું, મારા છૂટાછેડા કરાવો તો સારું, મારું જીવન બેકાર થઈ ગયેલ છે.
જાેકે, આ બાબતે તેને પૂછતા તેને કહ્યું હતું કે, આખો દિવસ તેનો પુત્ર તેને દુકાનમાં કામ કરાવે છે અને રાત્રે ઘરે આવતા તેની પત્ની તેની સાથે ઘરના કચરા પોતા અને વાસણ સાફ કરાવે છે. પંદર દિવસથી કામવાળી પણ બંધ કરાવી દીધી છે.
અમે રાતના બાર વાગ્યા સુધી તેની પાસે કામ કરાવે છે. પરંતુ જમવાનુ પણ આપતા નથી અને વારંવાર મરી જવા માટે જણાવે છે. જાેકે, ફરિયાદીનો પુત્ર તેને મળ્યા હોવાની જાણ તેની પત્નીને થતાં જ તેને ઘરે બોલાવી ઝઘડો કરીને બે લાફા મારી દીધા હતા.
ઘરની બહાર નીકળી જવા માટે કહ્યું હતું. જેથી તે ફરિયાદીના ઘરે આવ્યા હતા. જ્યારે આ અંગે તેમને પોલીસમાં લેખિતમાં અરજી પણ આપી હતી.
બીજે દિવસે તેમનો પુત્ર અચાનક જ ઘરેથી નીકળી ગયો હતો. ફરિયાદીએ આસપાસમાં તપાસ કરતા તે મળી આવ્યો ન હતો પરંતુ ઇન્દિરબ્રીજ પરથી તેમનું બાઇક મળી આવ્યું હતું. જ્યારે તેમનો મૃતદેહ ૨૬મી જાન્યુઆરીએ અચ્ચેર સ્મશાન પાસેથી નદીમાં મળી આવ્યો હતો. હાલમાં પોલીસે માતા અને પુત્ર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.SSS