પત્ની જાેઈ જતાં પતિએ પ્રેમિકા સાથે મળીને માર માર્યો
અમદાવાદ, પત્ની જાેઈ જતાં પતિએ પ્રેમિકા સાથે મળીને માર માર્યાની સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પતિ, પત્ની ઔર વોના કિસ્સામાં પુત્રની દવા લેવા જઈ રહેલી પરિણીતાની નજર બાઈક ઉપર પ્રેમિકા સાથે ફરી રહેલા પતિ ઉપર પડતા તેણે વિરાંગના બનીને પતિને પકડ્યો હતો.
જાે કે, પતિ તથા પ્રેમિકાએ પરિણીતાને ધક્કો તથા લાત મારીને પાડી દીધી હતી. આ અંગે પરિણીતાએ પતિ અને પ્રેમિકા સામે પોલીસ ફરિયાદ કરી હતી. મળતી માહિતી પ્રમાણે ૨૫ વર્ષીય પરિણીતા તેના પતિ તથા બે પુત્રો સાથે શહેરના સાબરમતી વિસ્તારમાં રહે છે. પરિણાતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ મંગળવારે સાંજે ૫.૩૦ વાગ્યાની આસપાસ પરિણીતા ૬ મહિનાના પુત્રની દવા લેવા ખાનગી હોસ્પિટલ ગઈ હતી.
જ્યારે દવા લઈને પરત ઘરે ફરી રહી હતી ત્યારે રોડ પર તેણીએ પોતાના પ્રેમી તથા પ્રેમિકાને બાઈક પર જાેતા બૂમ પાડી ઉભા રાખ્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ તેણીને ગાળો આપીને ધક્કો માર્યો હતો, તેમજ તેની પ્રેમિકીએ તેણીને લાત મારી નીચે પાડી દીધી હતી. ત્યારબાદ પ્રેમી પતિ પ્રેમિકા સાથે જતો રહ્યો હતો અને જતા જતા ફરિયાદ કરીશ તો જાનતી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
પતિની ધમકીથી ગભરાયા વગર પત્ની પોતાના ભાઈ સાથે સાબરમતી પોલીસ સ્ટેશન ગઈ હતી અને ફરિયાદ નોંધાવતા પોલીસ પરિણીતાના પતિ અને પ્રેમિકા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.