પત્ની દીપિકાને રણવીરે આપ્યું ગુજરાતી નામ

મુંબઈ, રણવીર સિંહની ફિલ્મ જયેશભાઈ જાેરદાર થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં તે ગુજરાતી યુવકનું પાત્ર ભજવી રહ્યો છે, જેમાં તેની સાથે અર્જુન રેડ્ડી ફેમ શાલિની પાંડે, રત્ના પાઠક અને બોમન ઈરાની જેવા કલાકારો છે. ફિલ્મમાં રણવીર સિંહના પાત્રનું નામ જયેશભાઈ છે અને તે સ્ત્રી-પુરુષ વચ્ચેની સમાનતામાં માને છે.
હાલમાં એક્ટરે ફિલ્મના પ્રમોશન દરમિયાન તેણે સ્ટાર-વાઈફ દીપિકા પાદુકોણને આપેલા ફની ગુજરાતી હુલામણા નામનો ખુલાસો કર્યો હતો, જે જાણીને કદાચ તમને પણ હસવું આપશે. રણવીર સિંહે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ફિલ્મ ‘જયેશભાઈ જાેરદાર’ના ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કર સાથે જાેવા મળી રહ્યો છે. ડિરેક્ટર રણવીરના ગુજરાતી ઉચ્ચારણની પરીક્ષા લઈ રહ્યો છે.
દિવ્યાંગ ઠક્કર રણવીર સિંહને કહે છે ‘રણવીર સર સાંભળ્યું છે કે, તમારી ગુજરાતી ઍક્સન્ટ સેક્સી છે તો રજૂ કરીએ’, ત્યારબાદ ડિરેક્ટર રણવીરને સૌથી પહેલો શબ્દ ‘ટોવેલ’ જેના પર જવાબ આપતાં રણવીર કહે છે ‘ટુવાલ’, ત્યારબાદ તેને ‘પેશન’ ‘ટ્યુશન’ ‘પ્રોગ્રામ’ ‘એલાર્મ’ જેવા શબ્દો આપવામાં આવે છે, ગુજરાતીઓ જે ઢબે બોલે છે તે રીતે જવાબ આપતાં રણવીર અનુક્રમે ‘પેસન’, ‘ટુશન’, ‘પોગ્રામ’, ‘આલારામ’ કહે છે. અંતમાં ડિરેક્ટર તેને કહે છે ‘ઓવરસ્માર્ટ’ રણવીર તરત જ જવાબ આપે છે ‘ચાંપલી’, જે બાદ તે કહે છે ‘હું તારી ભાભીને ચાંપલી કહું છું’, વીડિયોમાં અંતમાં ડિરેક્ટરને રણવીરને ‘હરખપદુડો’ કહેતા સાંભળી શકાય છે.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, રણવીર સિંહ ખૂબ જલ્દી કરણ જાેહરની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’માં જાેવા મળવાનો છે, જેમા તેની ઓપોઝિટમાં આલિયા ભટ્ટ છે. ઝોયા અખ્તરની ફિલ્મ ‘ગલી બોય’ બાદ બંને ફરીથી સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતાં જાેવા મળશે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ મહત્વના રોલમાં છે.
આ સિવાય રણવીર સિંહ ફરીથી રોહિત શેટ્ટીની ફિલ્મમાં કામ કરવાનો છે. તે પૂજા હેગડે સાથે ‘સર્કસ’માં જાેવા મળશે, જેમાં જેક્લીન ફનાર્ન્ડિઝ અને વરુણ શર્મા પણ છે. આ એક કોમેડી ફિલ્મ છે, જે ડિસેમ્બર ૨૦૨૨માં રિલીઝ થવાની છે.
બીજી તરફ, એક્ટરની પત્ની દીપિકા પાદુકોણ Cannes Film Festival ૨૦૨૨માં ભાગ લેવા માટે ફ્રાંસ પહોંચી ગઈ છે. આ વખતે ફિલ્મ ફેસ્ટિવલમાં જે જ્યુરી મેમ્બર છે. દીપિકા પાદુકોણ સિવાય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પણ ઘણા સેલેબ્સ ભાગ લેવાના છે. ફિલ્મ ફેસ્ટિવલ આજથી (૧૭ મે) શરૂ થવા જઈ રહ્યો છે.SS1MS