પત્રકાર એકતા સંગઠન ગુજરાતની ધનસુરા તાલુકાની કારોબારી ની રચના કરવામાં આવી
રાજ્ય ના ૨૯ જિલ્લાઓમાં કારોબારી ધરાવતા રાજ્યના એક માત્ર પત્રકાર એકતા સંગઠન ગુજરાતની ધનસુરા તાલુકાની કારોબારીની રચના કરવામાં આવી હતી.જેમાં તાલુકા પ્રમુખ તરીકે નરેન્દ્રભાઇ પટેલ, તાલુકા ઉપપ્રમુખ તરીકે યાજ્ઞિક.પી.પટેલ અને રવિભાઈ પટેલની નિમણુક કરવામાં આવી હતી.
તથા મહામંત્રી તરીકે ઓમ પ્રકાશશાહ, નીખીલભાઈ રાવલ તથા જીગર કોઠારીની નિમણુક કરવામાં આવી હતી તાલુકા મંત્રી તરીકે કનુભાઈ પટેલ, જય દાની અને ખજાનચી તરીકે ભરતભાઇ ઠુમ્મર અને આઇ.ટી.સેલ માં દેવાંગ સોની ની નિમણૂક કરવામાં આવી હતી સાથે સલાહકાર તરીકે જીતેન્દ્ર પટેલ ની નિમણુક કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન કારોબારીના પ્રમુખ વિપુલ રણા, ઉપપ્રમુખ શૈલેષભાઈ પંડ્યા અને ખજાનચી અલ્પેશભાઈ રાઠોડ,જગદીશ પ્રજાપતિ, બાબરભાઈ પટેલ, જયદીપ ભાટીયા, અમિત ઉપાધ્યાય, વૈભવ રાઠોડ, જયપ્રકાશ જોષી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર આયોજન સહકારી જીન ધનસુરા ખાતે ધનસુરા તાલુકામાંથી જીલ્લા સંગઠનમાં પ્રતિનિધિત્વ કરતા મહેશ પરમાર, અતુલભાઈ બ્રહ્મભટ્ટ અને મહેન્દ્રભાઈ દાણી દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સૌ પ્રિતીભોજ સાથે લઈ છુટા પડ્યા હતા.