Western Times News

Gujarati News

પત્રલેખા પહેલીવાર મળી ત્યારે મને નીચ વ્યક્તિ સમજી હતીઃ રાજકુમાર રાવ

મુંબઈ, બોલીવૂડ એક્ટર રાજકુમાર રાવ હાલ તેની ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે લગ્ન કરવા જઈ રહ્યો હોવાની વાતો હાલ ચર્ચામાં છે. તાજેતરમાં જ તે પોતાની કો-સ્ટાર કૃતિ સેનનની સાથે આગામી ફિલ્મ હમ દો હમારે દોના પ્રમોશન માટે કોમેડિયન કપિલ શર્માના શો ધ કપિલ શર્મા શોમાં નજરે પડ્યો હતો.

ધ કપિલ શર્મા શો દરમિયાન કપિલ શર્માએ રાજકુમાર રાવને પૂછ્યું હતું કે, તેને સંયોગથી ફિલ્મ મળે છે કે પછી ફિલ્મમેકર્સને લાગે છે કે તે વૈવાહિક સમસ્યાઓ માટે પરફેક્ટ ફેસ છે. આના જવાબમાં રાજકુમાર રાવે કહ્યું કે, તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી અને એટલા માટે કોઈ ઈચ્છે છે કે તે અનુભવ કરે.

જેથી ભવિષ્યમાં કેવા પ્રકારના મુદ્દા સામે આવી શકે છે એની ખબર પડે. લોકો ઈચ્છે છે કે તે તેના પ્રયાસો માટે તૈયાર રહે. રાજકુમાર રાવે એવું પણ કહ્યું કે, તે પહેલીવાર તેની ગર્લફ્રેન્ડ પત્રલેખાને ક્યારે મળ્યો હતો. રાજકુમાર રાવે ખુલાસો કર્યો કે તે પત્રલેખાએ એવું વિચાર્યુ કે તે તેની ફિલ્મ લવ સેક્સ ઔર ધોખામાં એ કેરેક્ટરની જેમ જ નીચ વ્યક્તિ છે અને તેની સાથે વાત કરી નહીં.

જાે કે, બંને વચ્ચે વાતચીત થયા બાદ તેઓ એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. રાજકુમાર રાવ અને પત્રલેખા આગામી મહિને લગ્ન કરવા જઈ રહ્યાં છે. પત્રલેખા અને રાજકુમાર રાવના લગ્નની જે તારીખની ચર્ચા થઈ રહી છે તે ૧૦, ૧૧ અને ૧૨ નવેમ્બર છે. કપલના કેટલાંક નજીકના સેલેબ્રિટીસને આ અંગે માહિતી આપી દેવાઈ છે.

જાે કે, ઈન્ડસ્ટ્રીની બહારના દોસ્તો પણ આ સમારોહમાં સામેલ થશે. સૂત્રોનું માનીએ તો, આ એક અંગત પ્રકારનો સમારોહ યોજાશે. રાજકુમાર રાવના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની હમ દો હમારે દો ફિલ્મ રીલીઝ થઈ છે. તે કો સ્ટાર કૃતિ સેનન સાથે આ ફિલ્મના રીલીઝને એન્જાેય કરી રહ્યો છે. રાજકુમાર રાવ હવે ફિલ્મ બધાઈ દોમાં ભૂમિ પેડનેકર સાથે નજરે પડશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.