પત્ર મીડિયામાં કેવી રીતે લીક થયો તેની માહિતી લગાવવી જોઇએ: મોઇલી
બેંગ્લુરૂ, કોંગ્રેસમાં તાકિદે સાંગઠનિક સુધારાોની માંગ કરવાના પાર્ટીના ૨૩ વરિષ્ઠ નેતાઓમાં સામેલ એમ વીરપ્પા મોઇલીએ જણાવ્યું છે કે જો અમે તેમની સોનિયા ગાંધીની ભાવનાઓને ઠેંસ પહોંચાડી હોય તો અમને તેના માટે દુખ છે મોઇલીએ કહ્યું કે તેમણે કયારેય સોનિયાના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા નથી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષને લખેલ પત્ર પર સહી કરવો બચાવ કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રીએ આ વાત કહી તેમણે આ પત્ર મીડિયાને લીક થવા પર અફસોસ વ્યકત કર્યો અને કહ્યું કે તેના માટે જવાબદાર લોકોની માહિતી લગાવા માટે વધારાની તપાસ થવી જાેઇએ અને તેમને સજા આપવી જોઇએ.
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે પત્ર લખનારા ૨૩ નેતાઓમાંથી કોઇનો ઇરાદો કોંગ્રેસ છોડવાનો નથી તેમણે કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકના એક દિવસ બાદ કહ્યું કે અમે કયારેય સોનિયા ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા નથી એ યાદ રહે કે કોંગ્રેસ કાર્ય સમિતિએ સોમવારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના હાથ હરસંભવ રીતે મજબુત કરવાનો નિર્વિરોધ પ્રસ્તાવ પસાર કર્યો હતો અને એ પણ સ્પષ્ટ કર્યું હતું કે કોઇને પણ પાર્ટી અને તેમના નેતૃત્વને નબળુ કરવાની મંજુરી આપવામાં આવશે.
મોઇલીએ કહ્યું કે સોનિયાજી પાર્ટી માટે માની જેમ છે અમે હજુ પણ તેમનું સમ્માન કરીએ છીએ તેમની ભાવનાઓને ઠેંસ પહોંચાડવાની ઇચ્છા ન હતી જો અમે તેમની ભાવનાઓને ઠેંસ પહોેંચાડી છે તો તેના માટે અમને દુખ છે. સોનિયાએ સીડબ્લ્યુસીમાં પોતાના સમાપાન સંબોધનમાં પદ પર બની રહેવા પર સહમતિ વ્યકત કરી હતી પરંતુ કહ્યું હતું કે આ વ્યવસ્થા લાંબા સમય સુધી રહી શકે નહીં અને તાકિદે નવી પાર્ટી અધ્યક્ષની ચુંટણી કરવી પડશે. મોઇલીએ કહ્યું કે કોંગ્રેસ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે તેમણે કહ્યું કે અમે કોંગ્રેસ પાર્ટીને હારતી જાેઇ શકીએ નહીં જેને અમે મહેનતથી મજબુત કરી સમર્પણ અને બલિદાન આપી સિચી છે તેમણે કહ્યું કે અમે સોનિયાજીનું બલિદાનનો સ્વીકાર કરીએ છીએ તે પદ લેવાની ઇચ્છુક નથી પરંતુ તેમણે કોંગ્રેસ પાર્ટીને પોતાના બલિદાન આપ્યું છે.HS