Western Times News

Gujarati News

પદની લાલચમાં શિવસેનાએ જનમતનું ભારે અપમાન કર્યું : નિતીન પટેલ

અમદાવાદ: મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બનવાની સાથે જ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આજે પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. નિતીન પટેલે એનસીપીના વડા શરદ પવારની જારદાર ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, શરદ પવારે વિદેશી મૂળના મુદ્દે કોંગ્રેસ પાર્ટીને છોડી દીધી હતી અને હવે શિવસેના અને કોંગ્રેસની સાથે મળીને ગઠબંધન રચવાના પ્રયાસ કરી રહ્યા છે. નીતિન પટેલે કહ્યું હતુંકે, મહારાષ્ટ્રમાં ચૂંટણીથી પહેલા ભાજપ અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી પરંતુ પરિણામ આવ્યા બાદ શિવસેનાના મનમાં મુખ્યમંત્રીપદના લાલચ આવી ગયા હતા

જેથી શિવસેનાએ જનમાનુષનું અપમાન કરીને અન્ય વિચારાધારાના પક્ષોની સાથે મળીને સરકાર રચવાના પ્રયાસો હાથ ધર્યા હતા. શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર રચવાના પ્રયાસો હાથ ધર્યા હતા. શરદ પવાર પર પ્રહાર કરતા નીતિન પટેલે કહ્યું હતું કે, એનસીપીની રચના જ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના વિદેશી કૂળના મુદ્દાને લઇને કરવામાં આવી હતી.

સરકાર બનાવીને મંત્રાલયોને વિભાજિત કરવાની લડાઈમાં હજુ સુધી આ લોકો સરકાર બનાવી શક્યા નથી. ભાજપના દેવેન્દ્ર ફડનવીસના નેતૃત્વમાં સરકાર બની છે જે સ્થિર  અને મજબૂત રહેશે. નીતિન પટેલે કહ્યું હતું કે, કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં એક જ પક્ષની સરકાર રહેશે તો રાજ્યમાં ઝડપથી વિકાસ થશે. નીતિન પટેલે આક્ષેપ કરતા કહ્યું હતુંકે, ચૂંટણી પરિણામ આવ્યા બાદ શિવસેનાએ ભાજપની સાથે એક પણ બેઠક યોજી ન હતી.

મહારાષ્ટ્રની પ્રજાએ ભાજપ અને શિવસેનાને સરકાર બનાવવા માટે બહુમતિ આપી હતી પરંતુ શિવસેનાએ જનમતનું અપમાન કર્યું છે. નીતિન પટેલે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ચૂંટણી પરિણામના એક મહિના બાદ સુધી સરકાર ન બનતા કોંગ્રેસ એનસીપીને દોષ આપતી રહી હતી. અજીત પવારે ભાજપની સાથે આવીને મહારાષ્ટ્રને સ્થિર  સરકાર આપવાના પ્રયાસ કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.