પદ્મશ્રી ડો. એચ. એલ. ત્રિવેદી ICUમાં – સ્થિતિ ગંભીર છતાં નિયંત્રણમાં
પદ્મશ્રી ડો. એચ. એલ. ત્રિવેદી ICUમાં છે. તેમની સ્થિતિ એકધારી જળવાઈ રહી છે.
અમદાવાદ, કિડની ઈન્સ્ટીટયુટના નેક્રોલોજી વિભાગના વડા ડો. હિમાંશુ પટેલ જણાવે છે કે, ડો. ત્રિવેદી સાહેબને સાત દિવસ પહેલાં આ હોસ્પિટલમાં જ આવેલ ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ તો છેલ્લા અઢી વર્ષથી કિડની હોસ્પિટલમાં તેઓની પારકિન્સન્સની સારવાર ચાલુ છે.
પણ છેલ્લા અઠવાડિયાથી ડાયાબીટીસનો આંક વધવાથી અને ઇન્ફેક્શનને કારણે તેઓને 1.€.0.માં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તેઓની સારવાર માટે નિષ્ણાંત ડોક્ટરોની એક ટીમ સતત ઉપસ્થિત રહે છે. એમાં બ્રેઇન, હાર્ટ, કિડની આદિના નિષ્ણાંત ડોક્ટરો સામેલ છે. પોતે જ ઉભી કરેલી હોસ્પિટલમાં અને જ્યાં તેઓએ દેશ અને દુનિયાભરના લાખો દર્દીઓને સાજા કર્યા ત્યાં જ તેઓ આજે સારવાર લઈ રહ્યાં છે. હાલમાં તેઓની સ્થિતિ ગંભીર છતાં નિયંત્રણમાં છે.
તેઓને નળીઓ દ્વારા પ્રવાહી ખોરાક આપવામાં આવે છે. હાલના ઇન્ચાર્જ નિયામક, ડો. વિનીત મિશ્રા, ડો. ત્રિવેદી સાહેબની સારવારના ક્રમ પર સતત ધ્યાની આપી રહ્યા છે. હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ તેઓના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના “કરે છે. ‘ તેઓના પત્ની શ્રીમતી સુનિતા છેલ્લા અઢી વર્ષથી તેમના પડછાયાની જેમ તેઓની સેવા-સુશ્રુષા કરી રહ્યાં છે.