પદ ગ્રહણ કરતાં પહેલા SGVP ગુરુકુલ છારોડી ખાતે દર્શને પધારતા ભૂપેન્દ્રભાઈ

અમદાવાદ તા. ૧૩ મુખ્યમંત્રી પદ ગ્રહણ કરતાં પહેલા માનનીય પૂર્વ નામીત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, છારોડી ખાતે દર્શને તથા સંતોના આશીર્વાદ લેવા પધાર્યા હતા.
શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ, ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્ર ગાન અને પૂર્ણકુંભ સાથે સ્વાગત કર્યું હતું. અને રાજ્ય સંચાલનમાં સફળતા માટે શુભ કામના પાઠવી હતી. તેઓશ્રીએ પદભાર સાંભળતા પહેલા SGVPમાં દેવ દર્શન કરી, સંતના આશીર્વાદ લઈ ગાય માતાનું વેદોક્તમંત્રો સાથે વિધિવત પૂજન કરી મંગળ પ્રયાણ કર્યું હતું.