પપ્પાને બર્થડે વિશ કરવા આવેલી ગર્ભવતી યુવતી પર કન્ટેનર ફરી વળતા કમકમાટી ભર્યું મોત
સહયોગ પર સર્કલ બનાવની માંગ અદ્ધરતાલ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા,અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાંથી પસાર થતા ભાર વાહક વાહનચાલકો માટે ટ્રાફિકમાં નડતરરૂપ ના થાય અને અકસ્માત નિવારણ માટે શહેરની બહાર બાયપાસ રોડ બનાવ્યો છે પરંતુ બાયપાસ રોડ પર શહેરમાં પ્રવેશતા બે મુખ્ય માર્ગ માલપુર રોડ અને મેઘરજ રોડ પસારથતો હોવાથી વારંવાર અકસ્માત ની ઘટનાઓ સર્જાવાની સાથે કેટલાય નિર્દોષ વાહનચાલકો જીવ ઘુમાવવો પડ્યો છે
મોડાસાના નગરજનો દ્વારા વારંવાર જવાબદાર તંત્ર આગળ સર્કલ બનાવવાની માંગ સાથે અનેકવાર રોડ પર ચક્કાજામ કરવામાં આવવા છતાં સર્કલ બનાવવામાં જવાબદાર તંત્રની આડોડાઈ ના પગલે વારંવાર અકસ્માતમાં અનેક નિર્દોષ વાહનચાલકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે
બાલાસિનોરથી કૃપા પાર્થ ભાવસાર તેના પતિ સાથે મોડાસા રહેતા તેના પિતા સુમનભાઈ એમ ભાવસારનો જન્મ દિવસ હોવાથી દંપતી બર્થડે વિશ કરવા રવિવારે આવ્યું હતું સોમવારે બર્થડેના દિવસે પિતાને બર્થડેની ઉજવણી માટે હોટલમાંથી ફૂડ લઇ એક્ટિવા પર પરત ફરતા સમયે સહયોગ ચોકડી નજીક દંપતીનું એક્ટિવાને ટ્રક-કન્ટેનરે અડફેટે લેતા કૃપા ભાવસાર ટ્રક-કન્ટેનરના ટાયર નીચે આવી જતા કચ્ચરઘાણ નીકળી ગયો હતો
ઘટનાસ્થળે જ કૃપા ભાવસાર નામની યુવતીનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા નવ દંપતિ નંદવાયું હતું યુવતીના પતિને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો
અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા ટ્રક-કન્ટેનર ઘટનાસ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો.કૃપા ભાવસારનું એક વર્ષ અગાઉ બાલાસિનોરના યુવક સાથે લગ્ન થયું હતું લગ્નસંસારના સુખી ભાગરૂપે કૃપાને ચાર મહિનાનો ગર્ભ હોવાની માહતી પ્રાપ્ત થઇ હતી અકસ્માતની ઘટનાના પગલે ભાવસાર સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ હતી યુવતીના પરિવારજનોએ ભારે રૉક્કોકળ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી
સહયોગ બાયપાસ ચોકડી પર અકસ્માતમાં યુવતિનું મોત નિપજતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને સર્કલ બનાવવાની ઉગ્ર માંગ કરી હતી અકસ્માતની ઘટનાના પગલે પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવતીની લાશને પીએમ માટે સરકારી દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી