પપ્પાને બર્થડે વિશ કરવા આવેલી ગર્ભવતી યુવતી પર કન્ટેનરના ટાયર ફરી વળ્યાં
મોતનો સીસીટીવી વિડીયો વાયરલ : ,પતિનો આબાદ બચાવ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: સોમવારે સવારે મોડાસા સહયોગ બાયપાસ ચોકડી પર એક્ટિવા પર પસાર થઇ રહેલ નવદંપતીને ટ્રક-કન્ટેનરે અડફેટે લેતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું એક્ટિવા પાછળ બેઠેલ યુવતીના શરીર પર ટ્રક કન્ટેનરના ભારે ભરખમ ટાયર ફરી વળતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું
જયારે એક્ટિવા ચાલક પતિનો આબાદ બચાવ થયો હતો આ ગમખ્વાર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થતા મોતના દ્રશ્યો જે રીતે કેમેરામાં કેદ થયા છે આ દ્રશ્યો જોઈ લોકોના રુંવાડા ઉભા થઇ ગયા છે હાલ અકસ્માતના સીસીટીવી કેમેરા વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે
બાલાસિનોરથી કૃપા પાર્થ ભાવસાર તેના પતિ સાથે મોડાસા રહેતા તેના પિતા સુમનભાઈ એમ ભાવસારનો જન્મ દિવસ હોવાથી દંપતી બર્થડે વિશ કરવા રવિવારે આવ્યું હતું સોમવારે બર્થડેના દિવસે પિતાને બર્થડેની ઉજવણી માટે હોટલમાંથી ફૂડ લઇ એક્ટિવા પર પરત ફરતા સમયે સહયોગ ચોકડી નજીક દંપતીનું એક્ટિવાને ટ્રક-કન્ટેનરે અડફેટે લેતા કૃપા ભાવસાર ટ્રક-કન્ટેનરના ટાયર નીચે આવી જતા કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઘટનાસ્થળે જ કૃપા ભાવસાર નામની યુવતીનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા નવ દંપતિ નંદવાયું હતું યુવતીના પતિને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો