પપ્પા બનવાનો છે પંડ્યા સ્ટોર ફેમ અક્ષય ખરોડીયા

મુંબઇ, પંડ્યા સ્ટોર ફેમ અક્ષય ખરોડીયા, જે હાલ દૈનિક ધારાવાહિક સીરિયલમાં ‘દેવ’નું પાત્ર ભજવી રહ્યો છે, તેની ખુશી હાલ સાતમા આસમાને છે કારણ કે તે ખૂબ જલ્દી પિતા બનાનો છે. અક્ષય ખરોડિયાની પત્ની દિવ્યા પુનેથા પ્રેગ્નેન્ટ છે. આ અક્ષય અને દિવ્યાનું પહેલુ બાળક હશે. એક્ટરે તેમના મેટરનિટી ફોટોશૂટમાંથી એક સુંદર તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને ફેન્સને શુભ સમાચાર આપ્યા છે.
અક્ષય ખરોડિયાએ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શેર કરી છે, જેમાં તેની પત્ની દિવ્યાને ગાઉનમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જાેઈ શકાઈ છે. ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તસવીર શેર કરીને એક્ચરે લખ્યું છે ‘તે એ બધુ છે જેની મેં ક્યારેય કલ્પના કરી નહોતી.
આ સ્વપ્ન સાકાર કરવા બદલ આભાર’. એક્ટરે જેવી તસવીર શેર કરી કે સીરિયલમાં તેની ભાભી ‘ધારા’નું પાત્ર ભજવી રહેલી શાઈની દોશીએ કોમેન્ટ કરતા લખ્યું ‘પિક્ચર પર્ફેક્ટ’. તો કશિકા કપૂરે પણ કોમેન્ટ કરતાં બંનેને અભિનંદન પાઠવ્યા છે.
અક્ષય ખરોડિયાએ તેની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ દિવ્યા પુનેથા સાથે ૧૯ જુલાઈ, ૨૦૨૧ના રોજ લગ્નના બંધનમાં બંધાયો હતો. જેમાં તેના પરિવારના સભ્યો અને અંગત મિત્રો જ હાજર રહ્યા હતા. લગ્ન પહેલા અક્ષય ખરોડિયાએ કેવી રીતે દિવ્યા હંમેશા તેના સારા અને ખરાબ દિવસો દરમિયાન સાથે રહી તેના વિશે વાત કરી હતી. ‘જ્યારે હું કંઈ જ નહોતો ત્યારે સારા અને ખરાબ દિવસોમાં તે મારી પડખે રહી હતી.
આ સિવાય શરૂઆતમાં અમારો પરિવાર પણ લગ્નની વાત સાથે સંમત નહોતો. કારણ કે તે બ્રાહ્મણ છે અને હું રાજપૂત. તેથી તેમના પોતાના વિચારો હતા. ઘણી દલીલો થઈ હતી. હું સેટલ્ડ નહોતો, અને દરેક માતા-પિતાની જેમ દિવ્યાનો પરિવાર પણ કોઈ એવા યુવકની શોધમાં હતા, જેની પાસે નોકરી હોય’, તેમ એક્ટરે કહ્યું હતું. તેણે ઉમેર્યું હતું કે, ‘તેઓ દિવ્યાને કહેતા હતા કે તું ડોક્ટર છે અને તે એક્ટર છે અને તે શું કરી રહી છે. પરંતુ અમે એકબીજા પર વિશ્વાસ રાખ્યો અને અમારા કેસમાં પ્રેમની જીત થઈ.
ખરાબ સમયમાં તેણે મને ખૂબ સપોર્ટ આપ્યો. હું ખૂબ જ ઉત્સાહિત છું અને દરરોજ રાતે મારી પંડ્યા સ્ટોરની ટીમ સાથે ડાન્સ કરતો રહું છું, તેઓ પણ મારા જેટલા જ ખુશ છે’.SSS