પપ્પુ યાદવ વાલ્મિકિનગરથી લોકસભાની પેટાચુંટણી લડશે !
પટણા, જન અધિકાર પાર્ટી(જાપ)ના અધ્યક્ષ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ વાલ્મિકિનગર લોકસભા બેઠક પરથી પેટાચુંટણી લડી શકે છે માનવામાં આવી રહ્યું છે કે પપ્પુ યાદવ ૧૫ સપ્ટેમ્બર બાદ તેની જાહેરાત કરી શકે છે. આ દરમિયાન પપ્પુ યાદવ બિહાર વિધાનસભા ચુંટણીમાં દલિત મુખ્યમંત્રીની જાહેરાત કરી શકે છે.માનવામાં આવી રહ્યું છે કે વાલ્મિકીનગર પેટાચુંટણીને લઇને જ પપ્પુ યાદવ દલિત મુખ્યમંત્રીની વાત કરી રહ્યાં છે. ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં વાલ્મિકીનગર લોકસભા બેઠકથી જદયુ ઉમેદવાર વૈદ્યનાથ પ્રસાદ મહતોની જીત થઇ હતી પરંતુ તેમના અચાનક મોત થતા આ બેઠક પર ચુંટણી થનાર છે. વાલ્મિકીનગર લોકસભા બેઠક ૨૦૦૨ના સીમાકન બાદ ૨૦૦૮માં પહેલીવાર અસ્તિત્વમાં આવી હતી આ પહેલા આ બેઠક બગહાના નામથી જાણીતી હતી સીમાકંન બાદ જયારે અહીં વર્ષ ૨૦૦૯માં પહેલીવાર ચુંટણી થઇ તો જદયુના વૈદ્યનાથ પ્રસાદે જીત હાંસલ કરી હતી. આ સંસદીય વિસ્તાર હેઠળ વિધાનસભાની છ બેઠકો આવે છે જેમાં વાલ્મિકીનગર, રામનગર, નરકટિયાંગ બગહા લૌરિયા અને સિકતા સામેલ છે.HS