પબજીના બેન બાદ ભારતીય માલિકનું નામ સર્ચ કરાય છે
નવી દિલ્હી, અંતે બુધવારે કેન્દ્ર સરકારે એ ર્નિણય લઈ લીધો જેને લઈને પહેલાથી શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. ટિકટૉક બાદ હવે ગેમિંગ એપ પબજી સહિત ૧૧૭ અન્ય ચાઇનીઝ એપ્સ પર સરકાર પ્રતિબંધ લગાવી દીધો છે. પબજી પર પ્રતિબંધ બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું પૂર આવી ગયું છે. મોટી સંખ્યામાં યૂઝસે પબજી માલિકનું નામ જાણવા માટે ગૂગલ સર્ચ પણ કર્યું. ગૂગલ સર્ચ દરમિયાન સૌથી વધુ પૂછવામાં આવેલો સવાલ રહ્યો પબજીના માલિક કોણ છે અનેક યૂઝર્સે પબજી ચાઇનીઝ એપ હોવાને લઈ શંકા પણ જાહેર કરી. મૂળે, પબજી ચાઇનીઝ એપ હોવાને લઈ આવા પ્રકારના સવાલો પૂછાવા પાછળનું કારણ આ એપનો અટપટો ઈતિહાસ છે. આ એપને બ્રેન્ડન ગ્રીન નામના એક આયરિશ વ્યક્તિએ ડેવલપ કરી હતી. આ એપ ડેસ્કટોપ વર્જનના રૂપમાં બનાવવામાં આવી હતી. ગ્રીને આ એપ દક્ષિણ કોરિયન કંપની બ્લૂહોલ માટે વિકસિત કરી હતી. રસપ્રદ વાત એ છે કે વર્ષ ૨૦૧૭માં આ એપ ચીનમાં પણ બેન થવાના આરે હતી. ત્યારે ત્યાંની સરકારે દાવો કર્યો હતો કે તે ખૂબ હિંસક ગેમ છે અને દેશના સાંસ્કૃતિક મૂલ્યોની વિરુદ્ધ છે.
સરકારે પબજીના વિકલ્પ તરીકે લોકો માટે એક અલગ ગેમ પણ રજૂ કરી હતી. અહીં પર એન્ટ્રી થઈ ચાઇનીઝ કંપની ટેસેન્ટની. ટેસેન્ટે બ્લૂહોલમાં ૧૦ ટકાની હિસ્સેદારી ખરીદી હતી. ત્યારબાદ ચીની કંપની ટેસેન્ટે પબજીની મોબાઇલ વર્જન ડેવલપ કર્યું. મોબાઇલ વર્જન ચીનમાં ખૂબ લોકપ્રિય થયું. પરંતુ બાદમાં ચીનની સરકારે તેની પર પ્રતિબંધ લગાવી દીધો કારણ કે તેમનું માનવું હતું કે તેનાથી યુવાઓ પર ખરાબ પ્રભાવ પડી રહ્યો છે. જ્યાં સુધી વાત ભારતની છે તો અહીં પણ આ ગેમ ખૂબ લોકપ્રિય છે.SSS