પયગંબરનું ‘વિવાદિત’ કાર્ટૂન બનાવનાર કાર્ટૂનિસ્ટનું માર્ગ અકસ્માતમાં મોત

નવીદિલ્હી, પયગંબર મોહમ્મદનું વિવાદિત કાર્ટૂન બનાવીને ચર્ચામાં આવેલા સ્વીડિશ કાર્ટૂનિસ્ટ લાર્સ વિલ્ક્સનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. રિપોર્ટ મુજબ પોલીસની ઔરક્ષામાં યાત્રા કરી રહેલા વિલ્ક્સની કાર રસ્તાની બીજી તરફ પલટી ગઈ હતી.
આ દરમિયાન સામેથી આવી રહેલા એક ટ્રકે તેમની કારને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી. અકસ્માતમાં ટ્રકનો ડ્રાઈવર આગમાં બળીને ભડથું થઈ ગયો હતો, પરંતુ પોલીસ આ ઘટનાને શંકાસ્પદ માનીને તપાસ કરી રહી છે. આ અકસ્માત રવિવારે થયો હતો.
પયગંબર મોહમ્મદ પર વર્ષ ૨૦૦૭માં વિવાદિત કાર્ટૂન બનાવ્યા બાદ ૭૫ વર્ષીય લાર્સ વિલ્ક્સને સતત જાનથી મારી નાંખવાની ધમકી મળી રહી હતી. સપ્ટેમ્બર ૨૦૦૭માં અલકાયદાએ તેમનું માથું લાવનારને ૧ લાખ ડોલર ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. વર્ષ ૨૦૧૩ના જિહાદ જેન નામની મહિલાને ૧૦ વર્ષની સજા સંભાળવવામાં આવી હતી. તે વિલ્ક્સને મારવાનું કાવતરું ઘડી રહી હતી.
વિલ્ક્સને સતત મળી રહેલી ધમકી બાદ તેમની સુરક્ષા માટે ૨ પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં તેમનું પણ મોત થયું હતું. સ્વીડનની સ્પેશિયલ પોલીસ ટીમ આ અકસ્માત મામલે તપાસ કરી રહી છે. પોલીસ તે બાબતની પણ તપાસ કરી રહી છે કે ક્યાંક આ ઘટનાને જાણીજાેઈને તો અંજામ નથી આપવામાં આવ્યો.HS