Western Times News

Gujarati News

પયગંબર કાર્ટૂનના વિવાદમાં ફ્રાન્સમાં ડઝનો સ્થળ પર રેડ

પેરિસ, ફ્રાન્સમાં, એક શિક્ષકની ઇસ્લામિક કટ્ટરપંથીવાદીઓ દ્વારા ગળું કાપીને હત્યા બાદ પોલીસે જોરદાર કાર્યવાહી શરૂ કરી છે. ફ્રાન્સ પોલીસે ડઝનો સ્થળોએ દરોડા પાડ્યા છે અને ૮૦ થી વધુ તપાસ શરૂ કરી છે. દરમિયાન, ફ્રેન્ચ ગૃહ પ્રધાન ગેરાલ્ડ દરમેનિને કહ્યું છે કે સ્કુલની છાત્રના પિતા અને કુખ્યાત ઇસ્લામિક આતંકવાદીએ ફ્રેન્ચ શિક્ષકની હત્યા માટે હાકલ કરી હતી. તાજેતરમાં, ફ્રેન્ચ શિક્ષકે એક આતંકવાદીની પુત્રીને પયગંબર મોહમ્મદના કાર્ટૂન બતાવવા બદલ ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી.

મંત્રી ગેરાલ્ડરે કહ્યું કે, તેણે (ઇસ્લામિક આતંકવાદીઓ) એ શિક્ષક વિરુદ્ધ ફતવો જારી કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પોલીસે ઇસ્લામિક આતંકવાદીઓ વિરુદ્ધ દેશભરમાં ડઝનોં સ્થળોએ દરોડા પાડ્યા છે અને ઓનલાઇન અસ્પષ્ટ ભાષણો આપવા માટે ૮૦-થી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં, પયગંબર મોહમ્મદ વિશેના વિવાદમાં, પેરિસમાં એક વ્યક્તિએ તેના બાળકોને પયગંબર મોહમ્મદનું કાર્ટૂન બતાવવા બદલ તેના બાળકના શિક્ષકનો શિરચ્છેદ કર્યો હતો. આ પછી વ્યક્તિ ‘અલ્લાહ હુ અકબર’ ના નારા લગાવવા માંડ્યો હતો.

બાદમાં તેણે બંદૂક બતાવીને ઘટના સ્થળે પહોંચેલી પોલીસને ધમકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો અને પછી પોલીસની ગોળીનો ભોગ બન્યો હતો. ડેઇલીમેલના સમાચાર અનુસાર, શિક્ષકે તાજેતરમાં જ બાળકોને પયગંબરનું એક કાર્ટૂન બતાવ્યું, જેનાથી આ વ્યક્તિ ગુસ્સે થયો. તે છરી વડે શિક્ષક સામે પહોંચ્યો અને તેમનું માથું કાપી નાખ્યું. માહિતી મળતાં પોલીસ ત્યાં પહોંચી ત્યારે આરોપી ત્યાં હાજર હતો. પોલીસને હથિયાર બતાવી તે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. લગભગ બે માઇલ દૂર પહોંચીને તેણે ફરીથી પોલીસને બંદૂક બતાવી અને શરણાગતિ સ્વિકારવાનો ઇનકાર કર્યો હતો.

અખબારે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે તેણે પોલીસ પર બંદૂક તાંકી દીધી હતી, ત્યારબાદ પોલીસે તેને ગોળી મારી દીધી હતી. ઘટનાસ્થળ પરથી લગભગ ૧૦ જેટલા ફાયરિંગના અવાજ સંભળાયા હતા. આ ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓએ આરોપીને શંકાસ્પદ આતંકવાદી ગણાવ્યો છે. ગળું કાપવાની ક્રૂર ઘટના બાદ ફ્રાન્સમાં જોરશોરથી વિરોધ પ્રદર્શનો થયા છે. આ ઘટના એવા સમયે આવી છે જ્યારે પેરિસમાં ૨૦૧૫ના શાર્લી અબ્દો હુમલાની સુનાવણી ચાલી રહી છે. એ આતંકી હુમલો પણ પયગંબર મોહમ્મદના કાર્ટૂન છાપવાથી નારાજ થઈને કરાયો હતો. એટલું જ નહીં, આ વર્ષે કેસની સુનાવણી શરૂ થયા પછી, મેગેઝિને ફરીથી કાર્ટૂન છાપ્યા હતા, જેના પર અલ-કાયદાએ ધમકી આપી હતી કે ૨૦૧૫ નો હુમલો છેલ્લો નહતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.