Western Times News

Gujarati News

પરપ્રાંતિય લોકો સૌથી વધુ AMTSમાં ટિકીટચોરીમાં પકડાય છે

પ્રતિકાત્મક

મુસાફરે કંડકટર પાસેથી ટીકીટ મેળવવાની હોય છે
એએમટીએસમાં મુસાફરી કરનાર દરેક મુસાફરની પહેલી ફરજ છે કે બસમાં ગમે એ જગ્યાએ કંડકટર ઉભોે હોય તો તેમનો સંપર્ક સાધીને પોતાની ટીકીટ મેળવી લેવાની હોય. ટીકીટ લેવાની ફરજ મુસાફરની છે. કંડકટરની ફરજમાં આ બાબત આવતી નથી. એટલે કે હુૃ બેઠો હતો કે ઉભો હતો ત્યાં કંડકટર આવ્યા નહોતો. એવી બુમાબુમ ફલાઈંંગ સ્કવોડની ટીમ આગળ માન્ય રહેતી નથી.

(એજન્સી) અમદાવાદ, દૈનિક એક કરોડની ખોટ કરતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) છેલલા કેટલાંય વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનની કરોડો રૂપિયાની લોનની કાખઘોડીના ટેકે ચાલી રહી છે. જાે મ્યુનિસિપલ કોર્પોરેશન એએમટીએસને લોન આપવાનું બંધ કરે તો બીજા જ દિવસેે આ સંસ્થાને તાળા મારવા પડે એવી હાલત છે.

કોરોના મહામારીના સમયમાં પણ આ સંસ્થાને કરોડો રૂપિયાનુૃં આર્થિક નુકશાન થયુ હતુ. જાે કે આશ્ચર્યજનક રીતે ભાજપના શાસકોએ ખાનગી ઓપરેટર્સને સાચવી લેતા તે અંગે ભારે વિવાદ પણ ઉઠ્યો હતો. એએમટીએસની ખોટમાં ખુદાબક્ષ મુસાફરો વધારો કરી રહ્યા છે.

ખાસ કરીને યુપી, બિહાર, મધ્યપ્રદેશ જેવા પરપ્રાંતિયમાંથી આવીને અમદાવાદમાં વસવાટ કરતા લોકો એએમટીએસમાં મુસાફરી દરમ્યાન ટીકીટ લેવાનુૃ ટાળે છે. તાજેતરમાં જ તંત્રના એક ખુદાબક્ષ પેસેન્જર્સને લગતા રીપોર્ટના આધારે આ બાબત પ્રકાશમાં આવી છે.

એએમટીએસ એટલે કે અગાઉ લાલ બસની પ્રતિષ્ઠા એક સમયે સમગ્ર દેશમાં વખણાતી હતી. અમદાવાદીઓ બસની અવરજવર પરથી તેમના ઘરે કે કાૃડા ઘડીયાળના કાટા મેળવતા હતા એટલે હદેે એએમટીએસનંુ સંચાલન નિયમિત થતુ હતુ. પરંતુ જ્યારથી ખાનગી ઓપરેટર્સે એએમટીએસમાં પગપેસારો કર્યો છે કે ત્યારથી એએમટીએસના માથે જાણે કે પનોતી બેસી ગઈ છે. બસના ધાંધિયા વધ્યા છે. જેના કારણે અનેક લોકો પોતાની નોકરી ધંધાના સમયને સાચવવા કાં તો અંગત વાહન વસાવી રહ્યા છે અથવા તો શટલ રીક્ષાનો સહારો લેવાનુ પસંદ કરી રહ્યા છે. પરિણામે એએમટીએસની ખોટનો ખાડો વધુને વધુ ઉંડો થઈ રહ્યો છે.

આજની સ્થિતિએ તંત્ર દ્વારા દરરોજ રોડ ઉપર કુલ પ૮પ બસ મુકાઈ રહી છે. અને આશરે ર૯૩ લાખ મુસાફરોથી રૂા.૧ર.૭૦ લાખની આવક થઈ રહી છે. માર્ચ-ર૦રરના આ આંકડા મુજબ તંત્રને બસ દીઠ રોજ રૂા.ર૮૭૪ની આવક થઈ રહી છે. અને બસ દીઠ રોજ પ૦પ મુસાફરો નોંધાઈ રહ્યા છે.

એએમટીએસ સતાવાળાઓએ ગાંધી રોડ જેવા ગીચ વિસ્તારને આવરી લેતી બાલા હનુમાન એક્ષપ્રેસ અને ભદ્રકાળી એક્ષપ્રેસ જેવી તદ્‌ન ફ્રીમાં મુસાફરી કરાવતી બસને લાંબા સમયથી બંધ કરી દીધી છે. શટલ રીક્ષાવાળાઓના લાભાર્થે આ બંન્ને મફત બસ સેવા તંત્રેે ઈરાદાપૂર્વક બધ કરી દીધી હોવાનો ગંભીર આક્ષેપો પણ જે તે સમયે ઉઠી ચુક્યા છે. જાે કે એએમટીએસમાં મફત મુસાફરી કરનારા મુસાફરો પણ મોટી સંખ્યામાં છે.

ખાસ કરીનેે પરપ્રાંતિય વસ્તી ધરાવતા અમરાઈવાડી, હાટકેશ્વર, ભાઈપુરા, નિકોલ, હાંસોલ, બાપુનગર, વટવા, લાંભા, હાથીજણ, જેવા વિસ્તારોમાં ખુદાબક્ષ મુસાફરો વધુ મળી રહ્યા છે.

જુહાપુરાથી સનાથલ ચોકડી જેવા વિસ્તારોમાં પણ ખુદાબક્ષની સંખ્યા વધુ હોય છેે. ઉલ્લેખનીય છે કે અમુક પરપ્રાંતિય રીઢા ગુનેગારની જેમ ફલાઈંગ સ્કવોડની ટીમ આવે ત્યારે પેનલ્ટી ભરી દેવાની માનસિક્તા ધરાવે છે. એટલે તેઓ બેધડકપણેે એએમટીએસમાં મુસાફરી કરે છે.

તંત્રના મત નાણાંકીય વર્ષ ર૦ર૧-રર ના એક રીપોર્ટ અનુસાર ફલાઈંગ સ્કવોડની ટીમના ચેકીંગમાં પુરૂષ કરતા મહિલા મુસાફરો વધુ પ્રામાણિક પુરવાર થયા છે. તંત્રએે એ બાબતનો નિખાલસ એકરાર કર્યો છે કે કુલ ખુદાબક્ષ મુસાફરો પૈકી માત્ર ૧૮ થી ર૦ ટકા મહિલા અને બાળકો ટીકીટ લીધા વગર મુસાફરી કરતા ઝડપાયા છે.

એટલે ખુદાબક્ષમાં પુરૂષ પેસેન્જસે ૮૦ ટકા જેટલા છે. ગત નાણાંકીય વર્ષ ર૦ર૧-રર દરમ્યાનના તંત્રના મહિનાદીઠ ખુદાબક્ષ અને પેનલ્ટીની રકમ દર્શાવતા રીપોર્ટને જાેતા ડીસમ્બર-ર૦ર૧ માં સૌથી વધુ ર૦૭૧ ખુદાબક્ષોથી તંત્રે રૂા.૧૭પ,૦૩૩ સૌથી વધુ પેનલ્ટી મેળવી હતી. જ્યારે સમગ્ર વર્ષ દરમ્યાન કુલ ૧૧૮૭૧ ખુદાબક્ષથી કુલ રૂા.૯ર૭,૧પ૮ની પેનલ્ટી મેળવાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.