‘ગુજરાત બીજું બિહાર બની રહ્યું છે’ એવું નિવેદન આપનાર ઈસુદાન ગઢવી માફી માંગે
પરપ્રાંતીઓ પર કરવામાં આવેલ ટિપ્પણી બાબતે જનસંઘર્ષ વિરાટ પાર્ટીનું વિરોધ પ્રદર્શન
અમદાવાદ, પરપ્રાંતિઓને લઈને આપ પાર્ટીના કાર્યકર્તા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીની આકરી ટીકા કરતા જનસંઘર્ષ વિરાટ પાર્ટી (JSVP)ના સભ્યોએ આકરો રોષ ઠાલવ્યો હતો. આશ્રમરોડ ખાતે JSVPના સભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં JSVPના કાર્યકર્તા તેમજ રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ શ્રી અર્જુન મિશ્રા અને નીરજ શુક્લ (પ્રદેશ પ્રવકતા), હર્ષવર્ધન ત્રિવેદી અને JSVPના અન્ય સભ્યો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
આ ટિપ્પણી અંગે વાત કરતા તેઓએ જણાવાયું હતું કે, આપ પાર્ટીના કાર્યકર્તા ઈસુદાન ગઢવી 24 કલાકમાં બિહારવાસીઓ જોડે માફી માંગે અન્યથા આંદોલન કરી પરપ્રાંતિઓની અસ્મિતા માટે લડત લડવામાં આવશે.
આપના આગેવાન શ્રી ઈસુદાન ગઢવી પર હુમલો થયો તે નિંદનીય છે પરંતુ ‘ગુજરાત બીજું બિહાર બની રહ્યું છે’ એવું નિવેદન સાંભળી જનસંઘર્ષ વિરાટ પાર્ટીના સભ્યો ભડક્યા છે. આવું નિમ્ન કક્ષાનું નિવેદન આપવા બદલ બિહારવાસીઓ અને ઉત્તરભારતીયોની તે માફી માંગે તેવી રજુઆત કરવામાં આવી છે. જો આમ નહિ બને તો JSVPના કાર્યકર્તાઓ 24 કલાક બાદ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર ઉતરશે.
મીડિયા રિપોર્ટ મુજબ એક પરપ્રાંતી યુવાન ને નિકોલ પોલીસ સ્ટેશન માં અમુક કહેવાતા પોલીસ દ્વારા અપશબ્દો બોલી ગુજરાત માં ધંધો કેમ કરો છો એમ કહી ઢોર માર મારવામાં આવ્યો છે. આ નિંદનીય છે અને સજાપાત્ર છે સાથે આટલો ઝેર કેમ એ વિષય પણ જાણવું છે” એવું અર્જુન મિશ્રા એ પત્રકાર મિત્રો ને જણાવ્યું.
આ વિશે જાહેર જનતા સમક્ષ પોતાની વાત કરવા માટે અર્જુન મિશ્રા, નીરજ શુક્લ, અવિનાશ પિલ્લાઈ, હર્ષવર્ધન ત્રિવેદી તથા JSVPના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.