પરફ્યુમ બિઝનેસમેન પિયુષ જૈનની ધરપકડ કરવામાં આવી
કાનપુર, કાનપુરમાં પરફ્યુમ બિઝનેસમેન પિયુષ જૈનની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે વહેલી સવારે તેની અટકાયત કરવામાં આવી હતી અને તેને અહીં સર્વોદય નગર સ્થિત GST ઓફિસમાં રાખવામાં આવ્યો હતો. ડાયરેક્ટોરેટ જનરલ ઑફ GST ઈન્ટેલિજન્સ અમદાવાદની ટીમની તપાસમાં રવિવાર રાત સુધી લગભગ ૧૦૪ કલાક પૂર્ણ થયા છે.
પિયૂષ જૈનને ત્યાંથી અત્યાર સુધી કુલ ૨૮૦ કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે અને હજુ પણ એના અનેક ઠેકાણે દરોડા પાડવામાં આવી રહ્યા છે. જાેકે, તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વેપારીના બંને પુત્રો પણ કસ્ટડીમાં છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્કસ્ટમ્સના ઇતિહાસમાં આ સૌથી મોટી રોકડ જપ્તીના આંકડા છે.
યુપીના કન્નોજ જ્લ્લિામાંથી પણ પિયૂષ જૈનના ઠેકાણાઓ પર વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાં સોના-ચાંદીના ઘરેણા સાથે કોથળા ભરી ભરીને રોકડ મળી આવી હતી. જેનો એક ફોટો પણ સામે આવ્યા બાદ ચર્ચાનું કારણ બન્યો હતો. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, પિયૂષ જૈનના પિતૃક ઘરેથી અત્યાર સુધી ૧૦૩ કરોડ રુપિયા કેશ મળી આવ્યા છે અને હજુ પણ કાર્યવાહી ચાલુ છે.
આ દરમિયાન પિયૂષ જૈનના ઘરમાંથી ભોયરું અને એક ફ્લેટમાંથી ૩૦૦ ચાવીઓ મળી આવી છે. નોંધનીય છે કે, ગુરુવારે ડીજીજીઆઇ અને આવક વેરા વિભાગની ટીમે કન્નોજના અત્તરના વેપારી પિયૂષ જૈનના કાનપુર સ્થિત ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તિજાેરીઓમાંથી એટલા પ્રમાણમાં રોકડ મળી આવી કે ગણવા માટે મશીન મંગાવવુ પડ્યુ હતુ.
અમદાવાદની ડીજીજીઆઇ ટીમે એક ટ્રકને પકડી હતી. જેમાં જઇ રહેલો સામાનનું બિલ નકલી કંપનીઓના નામે બન્યા હતા. બધા બિલ ૫૦ હજારથી ઓછી કિંમતના હતા જેથી ઈુટ્ઠઅ મ્ૈઙ્મઙ્મ ભરવુ ના પડે. જે પછી ડીજીજીઆઇએ કાનપુરમાં ટ્રાન્સપોર્ટરના ત્યાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી એજન્સીને ૨૦૦થી વધારે નકલી બિલ મળ્યા હતા. આ સ્થળે દરોડા પાડવા દરમિયાન એજન્સીને પિયૂષ જૈન અને નકલી બિલો વચ્ચે કનેક્શન મળી આવ્યું હતું.SSS