પરમવીરને હાઈકોર્ટના દ્વાર ખખડાવવા સુપ્રીમની સલાહ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/mukesh-scaled.jpg)
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે આઈપીએસ અધિકારી પરમવીર સિંહને હાઈકોર્ટમાં અરજી કરવા કહ્યું છે. પરમવીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પોલીસ દ્વારા ‘મની કલેક્શન સ્કીમ’ ચલાવવાનો આરોપ મુક્યો છે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ આર સુભાષ રેડ્ડીની બેચે આ કેસને ખૂબ જ ગંભીર ગણાવ્યો હતો અને હાઈકોર્ટમાં અરજી કરવા કહ્યું હતું.
ત્યાર બાદ સિંહે સુપ્રીમ કોર્ટમાંથી પોતાની અરજી પાછી લઈ લીધી હતી અને પોતે હાઈકોર્ટ જશે તેમ કહ્યું હતું. જસ્ટિસ કૌલે કહ્યું કે, અરજીકર્તા કેટલાક આરોપ લગાવે છે અને મંત્રી પણ અમુક આરોપો લગાવે છે. તમારે હાઈકોર્ટ શા માટે ન જવું જાેઈએ તે મને સમજાતું નથી.