Western Times News

Gujarati News

પરવઠ ગામમાં કરીયાણાની કીટનું વિતરણ

ભિલોડા: સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના પરવઠ ગામમાં કરીયાણાની કીટનું વિતરણ કરાતા જરૂરીયાતમંદ પરીવારોમાં આનંદની લાગણી પ્રસરી હતી. પરવઠ ગામના વાદી ફળીયામાં એક યુવકને કોરોના વાઈરસ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો ત્યારે આજુબાજુના ૧ર કુંટુબોને હોમ કોરોન્ટાઈન કર્યા હતા. જરૂરીયાતમંદ પરીવારો આર્થિક સંકડામણ ન અનુભવે તેવા આશયથી લોટ, તેલ, મરચુ, શાકભાજી સહિતની કરીયાણાની વિવિધ ચીજવસ્તુઓ ગ્રામજનો ધ્વારા અપાઈ હતી.પરવઠ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી દિલીપભાઈ પંચાલ,સરપંચ સરલાબેન નિનામા,પુર્વ સરપંચ ધનજીભાઈ નિનામા,જયંતીભાઈ કોટવાલ ધ્વારા કરીયાણાની કીટનું વિતરણ કરાયું હતું.વાદી ફળીયાના પરીવારોને કરીયાણાની કીટનું વિતરણ કરાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.