પરશુરામજી જન્મોત્સવ નિમિતે 3 જી મે ૨૦૨૨ના રોજ શોભાયાત્રાનું આયોજન
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ શહેર દ્વારા આયોજિત શોભાયાત્રા સાળંગપુરથી સવારે ૭:૩૦ કલાકે નીકળીને શ્રી મુક્તજીવન સ્વામિનારાયણ મંદિર મણિનગર મુકામે જશે.
અમદાવાદ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ, માતૃસંસ્થા દ્વારા સમગ્ર ગુજરાતના 23 જિલ્લાઓ તથા તેના 165 તાલુકામાંથી તારીખ ૦૩જી મેં ૨૦૨૨ મંગળવારનાં પવિત્ર દિવશે આ શોભા યાત્રાનું પ્રસ્થાન સ્થળ કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર, સાળંગપુરથી સવારે ૭:૩૦ કલાકે નીકળીને શ્રી મુક્તજીવન સ્વામિનારાયણ મંદિર મણિનગર મુકામે જશે.
ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાઓ, સમુહ આરતી અને રાત્રે ભવ્યાતિભવ્ય ડાયરો, તથા અન્ય ધાર્મિક કાર્યક્રમ, સમુહ પ્રસાદ વિતરણ, અને તમામ જગ્યાએ છાસ, લિંબૂસરબત, જરૂરીયાત મંદ લોકોને વિશાળ સંખ્યામાં ભોજન વિતરણના સમગ્ર સમાજનાં લોકોને સાથે મળીને સેવાકીય પ્રવૃતિઓ કરીને
વસુદેવ કુટુમ્બ કમની શુભકામના સાથે મળીને ભગવાન પરશુરામ દાદા નો જન્મોત્સવ ગુજરાતની જુનાં માં જુની સંસ્થા જેનો નારો “એક આવાજ એક જ સમાજ” શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ, જેની સ્થાપના 1987માં કરવામાં આવી હતી અને અત્યારે ગુજરાત માં 23 જિલ્લાઓ અને 165 તાલુકામા વિશાળ સંખ્યામાં સંગઠનો ધરાવે છે.
ઉપરોક્ત વિગત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ માતૃસનસ્થાંનાં પ્રમુખ શ્રી પિનાકીન ભાઈ રાવલ, મહામંત્રી શ્રી અનિલકુમાર શુક્લ, મહીલા પ્રમુખ શ્રીમતિ ડો.ધારીણીબેન શુકલ ,મહિલા મહામંત્રી પ્રો.ડો.સ્મિતાબેન જોષી, યુવા પ્રમુખ શ્રી કશ્યપ જાની, તથા યુવા મહામંત્રી હાર્દિક રાવલે જણાવેલ મદાવાદ શહેર પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ શુક્લ,
મહામંત્રી શ્રી રૂપેશભાઈ પંડ્યા, અમદાવાદ શહેર મહિલા પ્રમુખ શ્રીમતિ સ્મિતા બેન જોશી,સોનલબેન જાની, તથા અમદાવાદ શહેર યુવા પ્રમુખ શ્રી મીલન ભાઈ પાઠક,ઇશિત ભટ્ટ તથા ગાંધીનગર બ્રહ્મસમાજનાં હોદ્દેદારો શ્રી નરેશભાઈ, યુવા પ્રમુખ ક્રિષ્ના જાની, તુશારભાઈ રાવલ, સંદિપ જોષી
તમામ અમદાવાદ શહેર તથાં ગાંધીનગર બ્રહ્મસમાજના પ્રતિનિધિઓ હાજર રહેલ બન્ને જગ્યાએ વિશાળ સંખ્યા લગભગ 5000,ની સંખ્યા સાથે ભુદેવો શોભા યાત્રામાં જોડાશે અને રાત્રે ગાંધીનગર બ્રહ્મભવન ખાતે ડાયરામાં લગભગ 10000,ની સંખ્યા માં ભુદેવો જોડાશે.