પરસ્ત્રી સાથેના સબંધમાં પતિ ત્રાસ આપતો હોવાની ફરિયાદ
અમદાવાદ, રાણીપમાં ૨૧ વર્ષની મહિલાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં રવિવારે તેના પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં તેના પતિના દ્વારા ગુજારવામાં આવતા અત્યાચારોની ફરિયાદ કરી છે. રાણીપમાં આવેલી રાજદીપ સોસાયટીમાં રહેતા અનિતા બારોટે જણાવ્યું છે કે, તેમના લગ્ન અમિત બારોટ સાથે ૧૯ માર્ચ ૨૦૨૦ના દિવસે થયા હતા, અનિતાનો પતિ અમિત બારોટ ગાયક કલાકાર અને સ્ટેજ પરફોર્મર છે.
અનિતા જણાવે છે કે તેમના લગ્ન થયા પછી તરત તેઓ બન્ને અમિતના મિત્ર આકાશ પટેલના ત્યાં રહેવા માટે ગયા હતા, જેનું ઘર વાડજમાં ગ્રીનસિટી સોસાયટીમાં આવેલું છે. આ પછી થોડા મહિના રહીને તેઓ ફરી અમદાવાદના રાણીપમાં ફ્લેટમાં રહેવા માટે આવ્યા હતા.
અનિતા જણાવે છે કે તેઓએ ઘર બદલ્યું છતાં તેનો પતિ અમિત વારંવાર તેના મિત્ર આકાશના ઘરે જતો હતો. અનિતાએ આક્ષેપ મૂક્યો છે કે, આકાશની પત્ની ઈશિતા સાથે તેના પતિ અમિતનું લફડું ચાલતું હોવાથી તે આકાશના ઘરે રહેતો હતો. અનિતાના કહેવાથી તેનો પતિ આકાશ ઘરે પાછો આવી ગયો હતો પરંતુ જ્યારે તેના ઈશિતા સાથેના લગ્નેત્તર સંબંધો અંગે અનિતા વાંધો ઉઠાવે તો બન્ને વચ્ચે ઝઘડ થતો હતો અને પતિ તેને માર મારતો હતો, તેમ ફરિયાદ જણાવ્યું છે.
ફરિયાદી અનિતાએ એમ પણ જણાવ્યું છે કે, જ્યારે તે પતિના આડા સંબંધનો વાંધો ઉઠાવતી હતી ત્યારે પતિ અમિત તેને માર મારતો હતો. આ પછી તેણે રાણીપ પોલીસ સ્ટેશનમાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાણીપ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરુ કરી છે. ફરિયાદમાં જણાવેલી વિગતો પ્રમાણે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી શકે છે, જેમાં પરિણીતાના પતિ, તેના મિત્ર સહિતના લોકોની પૂછપરછ પણ કરવામાં આવી શકે છે.SSS