પરાઠા બાદ પોપકોર્ન પર સરકારનો સપાટો
નવીદિલ્હી, પરોડા પર તાજેતરમાં જ ૧૮ ટકા જીએસટી નાંખવાનો નિર્ણય ચર્ચાસ્પદ બન્યો હતો. હવે થીયેટરમાં ફિલ્મ જાતા જાતાં ખાવા માટે લોકોની ફેવરીટ પોપકોર્ન સરકારની આંખે ચઢી છે.
રેડી ટુ ઈટ પોપકોર્ન પર પણ જીએસટી લાગુ કરવામાં આવશે. આ નિર્ણય ઓથોરીટી ઓફ એડવાન્સ રૂલીંગની ગુજરાત બેંચે આપ્યો છે. જે પ્રમાણે મોલ અને રસ્ટોરન્ટમાં વેચાતા પોપર્કોન પર ૧૮ ટકા જીએસટી લાગુ થશે. બેંચનું કહેવું છે કે પોપકોર્ન બનાવવા માટે મક્કાઈના દાણાને ગરમ કરીને તેમાં મીઠું અને માખણ જેવી વસ્તુઓ પણ ભેળવવામાં આવે છે એટલે તેના પર ૧૯૮ ટકા જીએસટી આપવો પડશે.
આ પહેલાં ઓથોરીટી ઓફ એેડવાન્સ રૂલીંગે જ પરોઠા પર ૧૮ ટકા જીએસટી નાખવાનો ચુકાદો આપ્યો હતો. જેમાં કહેવાયુ હતુ કે ખાખરા, સાદી રોટલી, પૂરી રીતે તૈયાર વસ્તુઓ છે. જયારે માલાબાર પરોઠા આ ઉત્પાદનોમાંથી અલગ છે. તેના ઉપયોગ માટે પ્રોસેસીંગની જરૂર હોય છે. એટલે તેના પર ૧૮ ટકા જીએસટી હોવો જાઈએ.
જા કે હવે પોપકોર્ન પણ જીએસટી ના દાયરામાં આવી ગયા બાદ એક વસ્તુ નક્કી છે કે કોરોના કાળ બાદ સિનેમા ઘરોમાં અને ખાસ કરીને મલ્ટીપ્લેક્ષમાં પહેલેથી જ મોંઘા પોપકોર્ન હવે વધારે મોંઘી થશે.