પરિક્ષા રદ થતાં કોંગ્રેસનું આજથી રાજયવ્યાપી આંદોલન
જીલ્લા- તાલુકા તથા શહેરોમાં કોંગ્રેસ ધરણા, રેલી ના કાર્યક્રમો યોજશે |
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત ગૌણ સેવા આયોજીત બીન સરકારી પરિક્ષા એકાએક રદ કરવામાં આવતા અને તે પણ છેલ્લી ઘડીએ, તેને કારણે પરિક્ષા આપનાર હજારો વિદ્યાર્થીઓનું ભાવિ જાખમાતા વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જાવા મળી રહયો છે. દિવસોના દિવસોથી મહેનત કર્યા બાદ જયારે પરિક્ષા રદ થવાની જાહેરાત થાય તેમ જેમ વીજ કરંટ લાગે અને જેવો ઝટકો લાગ્યો તેવો જ ઝટકો વિદ્યાર્થીઓને લાગ્યો છે.
નવાઈની વાત એ છે કે સરકારે પણ આ માટે તૈયારીઓ પણ સંપૂર્ણ કરી હતી. સપ્લીમેન્ટરી પરિક્ષા પત્રો, તથા તે અંગેનું સાહિત્ય ગોઠવાઈ ગયું હતું અને જીલ્લા વાઈઝ નકકી કરવામાં આવેલ કેન્દ્રો ઉપર રવાના કરવાના હતા ત્યાં સરકારના આ પરિપત્રે લાખ્ખો રૂપિયાનો તૈયાર કરેલ પરિક્ષાનો સામાન આજે સ્ટોરમાં ધૂળ ખાતો પડી રહ્યો છે. તેથી પણ વધુ નવાઈની વાત એ છે કે આની જાણ પ્રમુખ આસિત વોરાને પણ ન હતી, તેમજ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પણ અજાણ હતાં.
પરિક્ષા એકાએક રદ થતાં માત્ર વિદ્યાર્થીઓમાં આક્રોશ જાવા મળતો નથી પરંતુ વાલીઓ તથા સમાજમાં પણ તેનો ભારે પડઘો પડી રહ્યો છે. સરકારનું કહેવું છે કે આ પરિક્ષા માટે શૈક્ષણિક ધોરણ ઓછામાં ઓછુ જે ૧ર ધોરણ હતું તે સુધારી ગ્રેજયુએટનું કર્યું હોવાના કારણે પરિક્ષા રદ કરવામાં આવી છે જેનો અર્થ એ થયો કે ૧ર ધોરણ પાસ કરેલ વિદ્યાર્થીઓને કોઈપણ સરકારી નોકરી મળી શકશે.
રોષે ભરાયેલ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભેગા થઈ ગાંધીનગર જઈ વિરોધ પ્રદર્શીત કર્યો હતો જેમણે ફી ભરી છે જેમને પરિક્ષાના બેસવાના કેન્દ્ર ફાળવ્યા છે નંબરો ફાળવ્યા છે તેમની પરિક્ષા લેવી જ પડશે સરકાર સામે પરિક્ષા રદ થવાનો નિર્ણય કરાવવાનો તથા વિદ્યાર્થીઓની શૈક્ષણીક હત્યા કરવાનો આરોપ કોંગ્રેસ પક્ષ સરકાર સામે મુકી રહી છે.
આજે વિદ્યાર્થીઓના સીમર્થનમાં જીલ્લા- તાલુકા તથા શહેરોમાં કોંગ્રેસ પક્ષ તરફથી વિરોધ પ્રદર્શન તથા ધરણાના કાર્યક્રમો યોજાય છે. ધીમે ધીમે પરિક્ષાનો આ વિરોધ રાજકીયરૂપ લઈ રહ્યો હોય તેમ જણાઈ છે. કોંગ્રેસ પક્ષનું કહેવું છે કે જયારે ર૦૧૪માં નોટીફીકેશન બહાર પડયું હતું તેમ સરકાર જણાવે છે તો ર૦૧૯માં પરિક્ષા માટે અખબારોમાં જાહેરાત આપી વિદ્યાર્થીઓ પાસે ફોર્ભ ભરાવ્યા, ફી ઉઘરાવી, પરિક્ષાની તારીખ તથા કેન્દ્રો નકકી કરવામાં આવ્યા અને પરિક્ષાની તારીખ પણ નકકી થઈ તો છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવાનો શો અર્થ ? સરકાર જવાબ આપે.
સરકાર પાસે એક જ વિકલ્પ છે, જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી ફી ભરી છે, નંબરો આપવામાં આવ્યા છે તેમની પરિક્ષા માટે તારીખ જાહેર કરે, તેમ કોંગ્રેસ પક્ષ તથા વિદ્યાર્થીઓનું કહેવું છે જયારે સરકાર ગ્રેજયુએટ જ સરકારી- બીનસરકારી પરિક્ષા આપી શકશે તે નિર્ણય પર મક્કમ હોવાનુ જાણવા મળે છે. કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે જરૂર પડશે તો વિધાનસભામાં પણ આ મુદ્દે સરકારને સકંજામાં લઈશું.