Western Times News

Gujarati News

પરિણિતાના બીભત્સ ફોટા પાડી રૂપિયા પડાવ્યા

Files photo

ત્રણ આરોપીઓએ મહિલાને બ્લેક મેઈલ કરી તેની સાથે બળજબરીપૂર્વક લગ્ન કરી બેંકમાંથી ૧ લાખ ઉપાડવા ઉપરાંત શારીરિક શોષણ કર્યું

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં મહિલાઓ પરના અત્યાચારની વધી રહેલી ઘટનાઓ વચ્ચે શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે જેમાં એક પરિણિતા સાથે પરિચય કેળવ્યા બાદ તેનું અપહરણ કરી બળજબરીપૂર્વક કેફી પીણુ પીવડાવી દીધા બાદ તેની સાથે બિભત્સ ફોટા તથા વિડીયો બનાવી બળાત્કાર ગુજારી આ ક્લીપો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવનાર ત્રણ શખ્સો વિરૂધ્ધ પોલીસે તપાસ શરૂ કરી છે.
આરોપીઓએ આ મહિલાને માનસિક અને શારીરિક રીતે અત્યાચાર ગુજાર્યા બાદ તેની સાથે બળજબરીપૂર્વક લગ્ન કરી દસ્તાવેજા બનાવી તેના બેંકના ખાતામાંથી પણ રૂપિયા એક લાખ ઉપાડી લીધા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આરોપીઓના ત્રાસથી કંટાળી આખરી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે.


આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશન હેઠળના મોટેરા વિસ્તારમાં આવેલા દેવપ્રિય ફલેટમાં રહેતી મુળ રાજસ્થાનની એક મહિલા થોડા સમય પહેલા દેવેન્દ્ર ઉર્ફે દેવા યાદવ નામના મુળ યુપીના શખ્સના સંપર્કમાં આવી હતી. આરોપી દેવેન્દ્ર એ મહિલા સાથે પરિચય કેળવ્યા બાદ તે આ પરિણિતાનું બળજબરીપૂર્વક અપહરણ કરીને ઉઠાવી ગયો હતો આરોપીના આ વર્તનથી મહિલા ગભરાઈ ગઈ હતી.

ત્યારબાદ દેવેન્દ્રએ આ મહિલાને બળજબરીપૂર્વક કેફી પીણુ પીવડાવી દીધું હતું અને અર્ધ બેભાન હાલતમાં તેના બિભત્સ ફોટા તથા વિડીયો બનાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો આ ઘટના બાદ મહિલાને આરોપી દેવેન્દ્રએ આ બિભત્સ ફોટા અને ક્લીપો બતાવી હતી જેના પરિણામે મહિલા ખૂબ જ ગભરાઈ ગઈ હતી.
આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી દેવેન્દ્રએ મનીષાને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું અને મહિલાના પતિ તથા બાળકોની તથા તેની પણ હત્યા કરી દેવાની ધમકી આપી આ મહિલાને આરોપી અમદાવાદના વિવિધ સ્થળો તથા જામનગર અને ઉત્તર પ્રદેશમાં લઈ ગયો હતો અને ત્યાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો આરોપી  દ્વારા સતત આ મહિલાને ધમકીઓ આપવામાં આવતી હતી અને રૂપિયાની માંગણી કરવા લાગ્યો હતો.

જેના પરિણામે મહિલા ખૂબ જ ગભરાઈ ગઈ હતી રૂપિયા ન આપે તો ધમકીઓ મળતા મહિલા માનસિક રીતે ત્રસ્ત બની ગઈ હતી આ દરમિયાનમાં દેવેન્દ્રના બે સાગરિતો સાહીલ યાદવ તથા કુલદીપે પણ આ પરિણિતાને ફોન કરીને ધમકીઓ આપી હતી તથા મહિલાના ઘરમાં પડેલો કિમતી સામાન આપી દેવા જણાવ્યું હતું. બિભત્સ ફોટા અને વીડિયો વાયરલ ન થાય તે માટે મહિલા આરોપીઓનો ત્રાસ સહન કરી રહી હતી ત્રણેય આરોપીઓએ ભેગા થઈ મહિલા પર વધુ અત્યાચાર ગુજારવાનો શરૂ કર્યો હતો અને ત્યારબાદ ત્રણેય આરોપીઓએ ભેગા થઈ આ મહિલા અને આરોપી દેવેન્દ્ર યાદવના બળજબરીપૂર્વક લગ્ન કરાવી દીધા હતા અને દસ્તાવેજા બનાવી બેંકના ખાતામાંથી રૂ.૧ લાખ ઉપાડી લીધા હતાં. બેંકમાંથી રૂપિયા ઉપાડયા બાદ પણ આરોપીઓ સતત આ મહિલાને ધમકીઓ આપવા લાગ્યા હતાં.


બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારી તથા બિભત્સ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી મહિલા પાસેથી રૂપિયા પડાવવાનો સીલસીલો શરૂ કર્યો હતો આ ઉપરાંત આરોપીએ આ મહિલાનું શારીરિક શોષણ પણ કર્યું હતું. મહિલાએ હવે પોતાની પાસે પૈસા નહી હોવાનું જણાવતા આરોપીઓનો ત્રાસ વધવા લાગ્યો હતો.

એટલું જ નહિ પરંતુ આરોપીઓએ આ મહિલાના પતિ તથા બાળકોને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેના પરિણામે મહિલા ખૂબ જ માનસિક રીતે પડી ભાંગી હતી આખરે તેણે હિંમત બતાવી ચાંદખેડા પોલીસ સ્ટેશને પહોંચી જઈ સમગ્ર હકીકત જણાવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં. મહિલા પર ગુજારવામાં આવેલા અત્યાચારની સમગ્ર હકીકત જાણ્યા બાદ પોલીસ અધિકારીઓએ આ મહિલાની ફરિયાદના આધારે આરોપી અને મુખ્ય સુત્રધાર દેવેન્દ્ર ઉર્ફે દેવા યાદવ, ર. સાહીલ યાદવ, ૩. કુલદીપ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સૌ પ્રથમ આરોપીઓના ફોન કબજે કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. જાકે મહિલાએ ફરિયાદ નોંધાવતા જ આરોપીઓ ભાગી છુટયા છે.

પોલીસે ત્રણેય આરોપીઓના રહેવાના સ્થળ તથા તેમના મુળ વતનમાં તપાસ શરૂ કરી છે અને યુપી પોલીસની પણ મદદ માંગવામાં આવી છે. ચાંદખેડા પોલીસે આ ઘટનામાં ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ અપહરણ, બળાત્કાર, જાનથી મારી નાંખવાની ધમકી સહિતની ગંભીર કલમો લગાડી છે. આ ઘટનાથી આરોપીઓ સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જાવા મળી રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.