પરિણિતા પર જેઠે બળાત્કાર ગુજારી જીવતી સળગાવી દેવાનો પ્રયાસ
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ સતત વધી રહી છે ખાસ કરીને ઘરેલુ હિંસાની ફરિયાદમાં આરોપીઓ વિરૂધ્ધ પોલીસતંત્ર દ્વારા ત્વરિત કામગીરી કરવામાં આવી રહી છે આ દરમિયાનમાં શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં એક પરિણિતા પર તેની જ જેઠાણીએ અત્યાચાર ગુજાર્યો છે જયારે જેઠે તેના પર બળાત્કાર ગુજારી જીવતી સળગાવી દેવાનો પ્રયાસ કરતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે. સાસરિયાઓના ત્રાસથી ગભરાયેલી આ યુવતિએ પોલીસની મદદ માંગતા અધિકારીઓ તાત્કાલિક સાસરિયાઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છ.
પરિણિતાએ સૌ પ્રથમ સાંસદોને આ અંગેનો પત્ર લખી સમગ્ર હકિકત જણાવી હતી હરિયાણાના હિસાર જીલ્લામાં રહેતી સુનીતા હરીસિંહના લગ્ન તા.૩.૬.ર૦૦૯ના રોજ લાલસિંહ ખેમસિંહ સાથે થયા હતા લાલસિંહ અમદાવાદના સાબરમતી વિસંત પેટ્રોલપંપની પાસે આવેલા ગણેશનગરમાં રહે છે. લગ્ન દરમિયાન સાસરિયાઓને દહેજ પણ આપવામાં આવ્યુ હતું
તેમ છતાં સાસરિયાઓ દ્વારા તેના પર અત્યાચાર ગુજારવાનો શરૂ કર્યો હતો લગ્નજીવન દરમિયાન સુનિતાને બે બાળકોનો જન્મ થયો હતો આ દરમિયાનમાં સુનિતાના જેઠ સતપાલસિંહ અને જેઠાણી છેલ્લા ઘણા સમયથી તેના પર માનસિક અત્યાચાર ગુજારતા હતા અને હત્યાની ધમકી પણ આપતા હતા આ દરમિયાનમાં તા.ર.૧૦.ર૦૧૯ના રોજ તેની જેઠાણી સંતોષ સતપાલસિંહે મને બળજબરીપૂર્વક એક રૂમમાં બંધ કરી દીધી હતી અને આ રૂમમાં તેના પોતાના પતિ એટલે કે જેઠ સતપાલસિંહને મોકલ્યા હતા.
રૂમમાં કેદ કર્યા બાદ જેઠ સતપાલસિંહે રૂમમાં પ્રવેશ કરી તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો જેનાથી તે ગભરાઈ ગઈ હતી અને તેણે આ અંગેની જાણ તેની સાસુ ભાનુદેવીને કરી હતી સાસુ ભાનુદેવી પણ તેની પર ઉશ્કેરાઈ ગયા હતા અને કહયુ હતું કે આ વાત કોઈને પણ કહી છે
તો ગંભીર પરિણામો ભોગવવા પડશે આ ઘરની વાત છે અને ઘરમાં જ રહેવી જાઈએ. ત્યારબાદ તેણે પોતાના પતિ લાલસિહને સમગ્ર હકીકત જણાવતા ેતેણે પોતાના મોટાભાઈ અને ભાભી સાથે આ મુદ્દે વાતચીત કરી હતી જેનાથી તેના જેઠ જેઠાણી ઉશ્કેરાઈ ગયા હતાં અને લાલસિંહને પણ માર માર્યો હતો. આ ઘટના બાદ સાસુ ભાનુદેવી તથા જેઠાણી સંતોષ ઉશ્કેરાઈને તેની બહેન સુનીતા અને તેમના પુત્રોએ ષડયંત્ર રચ્યુ હતું. સાસુ, જેઠ જેઠાણી તથા તેમના બાળકોએ સુનીતાની હત્યા કરવા માટે ષડયંત્ર રચી તેને ઢોરમાર માર્યો હતો જાકે આરોપીઓએ રચેલા ષડયંત્રની તેને જાણ થઈ ગઈ હતી આરોપીઓએ સુનિતાને લાકડીઓના ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
આ દરમિયાનમાં સતપાલે પોતાના હાથમાં ભરેલા કેરબામાંથી પેટ્રોલ છાટયું હતું અને જેઠાણી સંતોષે તેણે પહેરેલા ઘરેણા લુંટી લીધા હતા અને ત્યારબાદ દિવાસળી ચાંપતા તેણે બુમાબુમ કરી મુકી હતી સુનિતાની બુમો સાંભળી પાડોશીઓ દોડી આવ્યા હતા અને તેમણે દરવાજા ખખડાવતા આરોપીઓ ગભરાયા હતાં.
આ તકનો લાભ લઈ તેણે પોતાના પુત્રને તેડી ઘરની બહાર નીકળી આવી હતી અને આખી રાત અમદાવાદ રેલવે સ્ટેશન પર બેસી રહી હતી અને ત્યારબાદ રેલવે સ્ટેશન પરથી ટ્રેનમાં બેસી તેના પિયર પહોંચી ગઈ હતી આ સમગ્ર ઘટના તેણે પોતાના પિતાને કહેતા તેઓ ચોંકી ઉઠયા હતા અને આ અંગે સ્થાનિક સાંસદ સમક્ષ રજુઆત કરી હતી જેના આધારે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા ચાંદખેડા પોલીસે આ અંગેની ફરિયાદ લઈ સાસરિયાઓ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.