પરિણીતાએ પતિએ અન્ય મિત્રો સાથે મળીને સામૂહિક દુષ્કર્મ આચાર્યની ફરિયાદ નોંધાવી
અમદાવાદ, અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પતિએ અન્ય મિત્રો સાથે મળીને દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ થતા પોલીસ હરકતમાં આવી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરિણીતાએ પતિની ફેક્ટરીના માલિક અને પતિના અન્ય ચાર મિત્રો સામે ફરિયાદ નોંધાવી તેના પર વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૯ દરમિયાન સામૂહિક દુષ્કર્મ કરાયું હોવાનું જણાવ્યું છે.
જાે કે પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે કોરોના કાળ દરમિયાન તે પોતાના વતન કેરળમાં જતી રહેતા ફરિયાદ મોડી નોંધાઈ છે, મહત્વનું છે કે અવાન નવાર આવી દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વધુ એક સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે જેમાં પતિએ અન્ય ફેક્ટરીના માલિક અને અન્ય મિત્રા સાથે મળીને પત્નીની સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી પરિણીતાના નિવેદનને આધારે આરોપીઓને શોધવા તેમને આરોપી પતિ સામે પણ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. તેમજ ફેક્ટરીના માલિક અને પતિના અન્ય મિત્રોની ઝડપી પાડવાની વેજલપુર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.HS