પરિણીતાએ પૂર્વ પ્રેમી સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી
અમદાવાદ, શહેરમાં ફરી એક વખત પતિ પત્ની ઓર વોનો કિસ્સો સામે આવ્યો છે. ગોમતીપુરમાં રહેતી પરિણીતાએ પૂર્વ પ્રેમી સામે દુષ્કર્મ અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની ફરિયાદ ગોમતીપુર પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસે પૂર્વ પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપી હસમુખ સોલંકી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી કાગડાપીઠ પાસે આવેલ ઔડાના મકાનમાં રહે છે. દુષ્કર્મના કેસમાં આરોપી હસમુખ સોલંકીની પોલીસે ધરપકડ કરી છે. ૧૦ વર્ષ પહેલાં આરોપી અને પરિણીતા એક સોસાયટીમાં રહેતા હતા. ત્યાં બંને જણ સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો અને આરોપીએ અનેક વખત પરિણીતા સાથે શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું.
જાેકે પરિણીતાના પ્રેમ સબંધની જાણ પતી અને સાસુને થતાં પરિણીતાએ આરોપી સાથે સંબધ તોડી નાખ્યો હતો.
હવસના ભૂખ્યા આરોપીએ પરિણીતાનો પીછો ન છોડ્યો અને જાે તું સંબધ નહિ રાખે તો છોકરાને સ્કૂલમાંથી ઉઠાવી જવાની અને પતિને એક્સિડન્ટ કરી મારી નાખવાની ધમકી આપતો હતો. પરિણીતા જયા જાય ત્યાં આ આરોપી પીછો કરીને ધાક ધમકીઓ આપી ગેસ્ટ હાઉસમાં વારંવાર લઇ જઇને દુષ્કર્મ આચરતો હતો.
આરોપીની હરકતોથી કંટાળીને અંતે પરિણીતાએ ગોમતીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે ધરપકડ કરી લીધી છે.આરોપી પૂછપરછ કરતાં છૂટક મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી પરિણીતાને કઈ કઈ જગ્યા પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું તેને લઈને તપાસ શરૂ કરી છે. જાે કે આ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઇ શકે છે. હાલ તો પોલીસ દ્વારા વધારે પુછપરછ કરવામાં આવી રહી છે.SS3KP