Western Times News

Gujarati News

પરિણીતાની સાસુ પ્રેમ સંબંધ ધરાવતી હતી અને દિયર મિત્રોને બોલાવીને પાર્ટી કરતો હતો

પ્રતિકાત્મક

સાસરિયાના ત્રાસથી ગોતાની પરીણિતાએ ગળેફાંસો ખાધો

અમદાવાદ, શહેરના ગોતા વિસ્તારમાં સાસરિયાઓના ત્રાસથી એક પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પરિણીતાની સાસુ પ્રેમ સંબંધ ધરાવતી હતી અને દિયર પણ પોતાના ઘરમાં મિત્રોને બોલાવીને દારૂ અને હુક્કાની પાર્ટી કરતો અને વાસણો પરિણીતા પાસે ધોવડાવતો હતો.

સાસુ અને પતિ ગર્ભમાં રહેલા બાળકનું પણ એબોર્શન કરાવવા પરિણીતાને દબાણ કરતાં હતાં. તે ઉપરાંત તેને દહેજ પેટે ૧૫ લાખ લાવવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું. ઘાટલોડિયાના કૌશિકભાઈની દીકરી પૂજાના ગોતામાં રહેતા કૃણાલ વ્યાસ સાથે ૨૦૧૫માં લગ્ન હતાં. તેમને સંતાનમાં સાડા ચાર વર્ષનો પુત્ર દેવસ્ય છે.

૧૦ જુલાઈએ સાંજે પૂજાએ સાસરીમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. આ અંગે કૌશિકભાઈએ પૂજાના પતિ કૃણાલ, સાસુ મયૂરીબેન, દિયર યશ, મામાસસરા અજિત રાવલ, મયૂરીબેનના પ્રેમી નીલેશ પંચોલી સામે સોલા હાઈકોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, પૂજાના સાસરિયાં પિયરમાંથી ૧૫ લાખ લાવવા દબાણ કરતા હતા.

સાસુનો પ્રેમી ઘરે પડ્યો રહી સિગારેટ પીતો હતો. પતિ પણ કશું કામ કરતો નથી. દિયર ઘરે દારૂ-હુક્કા પાર્ટી કરતો હતો અને તેના મામા પણ દારૂ પી બીભત્સ વર્તન કરતા હતા. પૂજાના પિતાની ફરિયાદને આધારે પાંચેયની ધરપકડ કરી હોવાનું પીઆઈ જે. પી. જાડેજાએ જણાવ્યું હતું.મહિલાએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું હતું કે હું પૂજા, મારા સાસરીવાળા મને બહુ જ ટોર્ચર કરે છે અને મારો ઘરવાળો પણ….એટલે હું સુસાઇડ કરું છું. મારા ફોનમાં બધા મેસેજ છે વાંચી લેજાે. મારા છોકરાને એના નાની ના ઘરે રાખવા માગું છું.

મારા છોકરાને કોઈ દિવસ અહીયા નહીં આવવા કે લાવવા માટે અરજી કરું છું તેને ફક્ત તેના પિતા મળી શકશે તે પણ મારા પિયરીયાઓની હાજરીમાં લગ્નની શરુઆતમાં બધું બરાબર ચાલ્યું હતું બાદમાં નાની નાની વાતે પૂજાને સાસુ અને તેનો પતિ શારીરિક ત્રાસ આપતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.