પરિણીતિ ચોપડાએ તુર્કીમાં દરીયા કિનારે પ્રાણાયમ કર્યું
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતિ ચોપરા હાલમાં તુર્કીમાં રજાઓ ગાળી રહી છે. તે તુર્કીથી સતત તેની તસવીરો તેનાં સોશિયલ મીડિયા પર નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે. આ સિરીઝમાં તેણે બુધવારે તેની એક તસવીર શેર કી છે. જે જાેત જાેતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. પરિણીતિ ચોપરાએ બુધવારે તેનાં ઇન્સ્ટાગ્રામ પર તુર્કીથી વધુ એક તસવીર શેર કરી છે
જેમાં તે દરિયા કિનારે પ્રાણાયમ કરતી નજર આવે છે. આ સમયે પરિણીતિ બ્લેક બિકિનીમાં નજર આવી. તેની આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર ખુબજ પસંદ કરવામાં આવી રહી છે. આ તસવીરને ઇન્સ્ટાગ્રામ પર એક કલાકની અંદર જ એક લાખથી વધુ લાઇક્સ મળી ગઇ છે. અને સાથે સાથે આ તસવીર પર લોકો સતત કમેન્ટ પણ કરી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે, પરિણીતિ જ્યારથી તુર્કી ગઇ છે.
તે તેનાં ઇન્સ્ટાગ્રામ પર ખુબજ એક્ટિવ થઇ ગઇ છે. હાલમાં જ પરિણીતિ ફિલ્મ સાઇનામાં નજર આવી હતી. આ ફિલ્મ બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલની બાયોપિક છે. પરિણીતિની આ ફિલ્મ ઓટીટી પ્લેટફર્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થઇ હતી. જેમાં તેનું કામ ઘણું જ સુંદર હતું. આપને જણાવી દઇએ કે, પરિણીતિની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઇંગ છે. ફક્ત ઇન્સટાગ્રામ પર જ તેનાં ૩૨ કરોડથી વધુ ફોલોઅર્સ છે.