પરિણીતીએ ઈશકઝાદેમાં સૌથી બોલ્ડ સીન આપ્યા હતા
મુંબઈ, બોલિવૂડમાં ફિલ્મોને હિટ કરવા માટેનો એક ફંડા બોલ્ડ સીન પણ છે. પરંતુ ઘણી વખત સ્ટાર્સ ડેબ્યુ ફિલ્મમાં આ સીન શૂટ કરવામાં અચકાય છે. ઘણી વખત સ્ટાર્સ ડેબ્યુ ફિલ્મમાં આ સીન શૂટ કરવામાં અચકાય છે. પરંતુ જ્યારે વાત કરવામાં આવે પરિણીતી ચોપરા વિશે તો તેમાં તે જરાયે પાછળ રહી નથી.
પોતાના કરિયરના શરૂઆતના ભાગમાં અભિનેત્રીએ બીજી જ ફિલ્મમાં એવા બોલ્ડ સીન્સ આપ્યા કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન પરિણીતી ચોપરા પણ બોલ્ડ સીન્સ આપવામાં જરા પણ સંકોચ અનુભવતી નથી. અભિનેત્રીની પહેલી ફિલ્મ લેડીઝ વર્સેંજ રિકી બહલ હતી જ્યારે બીજી ફિલ્મનું નામ ઈશકઝાદે હતું.
ફિલ્મ ઈશકઝાદે પરિણીતીની કારકિર્દીની શરૂઆતની ફિલ્મોમાં સામેલ છે. આ ફિલ્મમાં અભિનેત્રી અર્જુન કપૂર સાથે લીડ રોલમાં હતી. આ ફિલ્મના ગીતો જ નહીં કહાની પણ દમદાર હતી, પરંતુ અભિનેત્રીએ આપેલા બોલ્ડ સીન્સે પણ પ્રશંસકોમાં તહેલકો મચાવી દીધો હતો. આ ફિલ્મમાં પરિણીતી ચોપરાએ માત્ર ગરમા ગરમ કિસિંગ સીન જ નહીં, બેડ સીન પણ આપ્યા છે. આ ફિલ્મમાં આ બંને સ્ટાર્સે ટ્રેનની અંદર અત્યાર સુધીના સૌથી બોલ્ડ સીન્સ આપ્યા છે. જેણે તહેલકો મચાવી દીધો હતો. એટલું જ નહીં આ સીન્સ ખૂબ ચર્ચા પણ રહ્યા હતા.SSS