Western Times News

Gujarati News

પરિણીતીની પાછળ-પાછળ નેપાળ પહોંચ્યો અર્જુન કપૂર

b બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાનો આજે બર્થ ડે છે. એક્ટિંગ ઈન્ડસ્ટ્રીના સેલિબ્રિટી તેમજ ફેન્સ સોશિયલ મીડિયા પર તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ બધાની વચ્ચે અર્જુન કપૂરે પરિણીતી ચોપરા માટે લખેલા બર્થ ડે વિશ એ બધાનું ધ્યાન ખેંચ્યું છે. પરિણીતીની ટ્રાવેલિંગની તસવીરોમાં એક્ટરે પોતાને ફોટોશોપ્ડ કર્યો છે.

પરિણીતી હાલ નેપાળમાં છે. તેણે ત્યાંથી જે તસવીરો શેર કરી હતી તેને અર્જુન કપૂરે ફોટોશોપ કરી છે. આ સાથે લખ્યું છે ‘પરિ તું દુનિયામાં ફરે છે અને હું તારી સાથે તારા દિલમાં ફરું છું. વર્લ્ડ ટુરિઝમ એમ્બેસેડરને જન્મદિવસની શુભેચ્છા. તું આ શીર્ષકને હકદાર છે’.

પરિણીતી ચોપરાએ આભાર પણ ફની અંદાજમાં માન્યો છે અને લખ્યું છે ‘અરે વિઝા વગર એન્ટ્રી? બાબા પ્લીઝ મને તારું આઈડી બતાવ (હું તને પ્રેમ કરું છું તેનું આ પણ એક કારણ છે. આભાર મારા ઓરિજિનલ, સૌથી ખાસ, પહેલા હીરો અને ફ્રેન્ડ)’. આ સિવાય તેણે લખ્યું છે ‘મારો પીછો ન કરીશ’.

પરિણીતી ચોપરાને આ રીતે બર્થ ડે વિશ કરવાનો અર્જુન કપૂરનો અંદાજ અનુષ્કા શર્મા સહિતના કેટલાક સેલેબ્સને પસંદ આવ્યો છે. અનુષ્કા શર્મા, ક્રીતિ સેનન, ભૂમિ પેડનેકર, અદિતિ રાવ હૈદરી, અંશુલા કપૂર તેમજ અપારશક્તિ ખુરાનાએ પોસ્ટ પર ‘હા હા હા’ રિએક્ટ કર્યુ છે.

પરિણીતી ચોપરા બર્થ ડે પર પણ કામ કરી રહી છે. હાલ તે નેપાળમાં સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘ઊંચાઈ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. એક્ટ્રેસે આ વર્ષે ધ ગર્લ ઓન ધ ટ્રેન, સાઈના અને સંદીપ ઔર પિંકી ફરાર જેવી ફિલ્મો આપી હતી. અર્જુન કપૂરના વર્ક ફ્રંટની વાત કરીએ તો, તે એક વિલન રિટર્ન્સના કેટલાક મહત્વના સીનનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ ૨૦૧૪માં આવેલી એક વિલનની સીક્વલ છે. જેમાં તેની સાથે જ્હોન અબ્રાહમ, દિશા પાટની અને તારા સુતારિયા મહત્વના રોલમાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.