પરિણીત મહિલાને પ્રેમીએ દગો આપતા જીવન ટૂકાવ્યુ

Files Photo
અમદાવાદ, અમદાવાદમાં વધુ એક કિસ્સો નોંધાયો છે કે જેમાં પ્રેમ પ્રકરણમાં આવેશમાં આવીને પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. વાડજ પોલીસે આ ઘટનામાં ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી દીધી છે.
મળતી વિગતો પ્રમાણે શહેરના વાડજ વિસ્તારમાં રહેતી પરિણીતાને ગેરેજ ચલાવતા યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો, આ પ્રેમમાં પરિણીતાએ તમામ હદો વટાવી દીધી હતી, પરંતુ પરિણીતીને એ જાણીને ભારે આઘાત લાગ્યો કે તેના પ્રેમીના અન્ય સ્ત્રીઓ સાથે પણ સંબંધ છે. આ પછી ભાંગી પડેલી પરિણીતાએ આવેશમાં આવીને અંતિમ પગલું ભરી લીધું હતું.
આ ઘટના બાદ પરિણીતાના પતિને મળેલી અંતિમ ચિઠ્ઠીના આધારે પત્નીના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી હતી. જીએસઆરટીસીમાં નોકરી કરતા ૩૪ વર્ષનો યુવક તેની પત્ની તથા ૧૨ વર્ષની પુત્રી અને ૪ વર્ષના પુત્ર સાથે રહેતો હતો. નિત્યક્રમ પ્રમાણે પરિણીતાનો પતિ ૨૫ સપ્ટેમ્બરના રોજ પોતાની નોકરીએ ગયો હતો.
જ્યારે તે નોકરીથી રાત્રે આશરે પોણા ૧૦ વાગ્યે પરત આવ્યો ત્યારે તેણે દૂધ લાવવા બાબતે ઘરે ફોન કર્યો હતો જાેકે, ૪ વર્ષના દીકરાએ ફોન ઉપાડ્યો હતો અને તે મમ્મી-મમ્મી કરીને રડતો હતો. જે બાદ પતિએ ઘરે જઈને જાેયું તો ના થવાનું થઈ ગયું હતું.
આ પછી બનાવ અંગે ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. જેની ટીમે તપાસ કરીને મહિલાને મૃત જાહેર કરી હતી. પોલીસે જીવન ટૂંકાવવની ઘટનામાં તપાસ કરતા અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી.
જેમાં મૃતક પરિણીતાએ ભીમજીપુરામાં ગેરેજ ચલાવતા પ્રેમી મનિષ પ્રજાપતિનો ઉલ્લેખ કર્યો હતો. પ્રેમી મનિષ પ્રજાપતિને પરિણીતા સહિત અન્ય મહિલાઓ સાથે પણ સંબંધ હોવાનું જાણ્યા બાદ તેની ભાવનાઓને ઠેસ પહોંચી હતી. આ અંગે પરિણીતાના પતિએ સોમવારે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે મનિષ પ્રજાપતિ સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.SSS