પરિણીત વિધર્મી યુવાને ઓફિસમાં જ ૧૬ વર્ષની સગીરાને ત્રણ મહિના સુધી હવસનો શિકાર બનાવી
જામનગર: જામનગરમાં ફરી એકવાર સગીરા હવસનો શિકાર બની છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સત્યમ કોલોની એરફોર્સ-૨ રોડ પર ૧૬ વર્ષની સગીરા પર નોકરી દરમિયાન પરિણીત વિધર્મી યુવાને દુષ્કર્મ ગુજાર્યા અંગેની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પીડિતાની ફરિયાદ પ્રમાણે યુવકે ઓફિસની અંદર જ ત્રણ મહિનામાં અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. સાથે જ તેણે આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી પણ આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને યુવકની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
જામનગરમાં દિવસેને દિવસે બળાત્કાર, દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ફરી એક વખત ૧૬ વર્ષની સગીરા પર નોકરી દરમિયાન ત્રણ મહિના સુધી અનેક વખત દુષ્કર્મ આચર્યા અંગેની સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. જામનગર શહેરમાં રહેતા પરિવારની ૧૬ વર્ષની સગીર વયની તરુણી ઓફિસમાં એટેન્ડેન્ટ તરીકે કામ કરતી હતી.
આ દરમિયાન એરફોર્સ-૨ રોડ પર આવેલી ઓફિસ ધરાવતા અને સાત રસ્તા નજીક વાલકેશ્વરી નગરી ડૉ. તકવાણીના દવાખાના પાસે રહેતા પરિણીત મુસ્લિમ યુવક જહાંગીર યુસુફભાઈ ખફીએ ૧૬ વર્ષની સગીરાને નોકરી દરમિયાન લલચાવી ફોસલાવી મિત્રતા કરીને બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
નરાધમે ૨ એપ્રિલ, ૨૦૨૧થી ૩૦ જૂન, ૨૦૨૧ દરરમિયાન ત્રણ મહિનામાં અનેક વખત ઓફિસમાં જ દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ અંગે સગીરાએ પરિવારજનો સાથે સીટી સી. ડિવિઝન પોલીસ સમક્ષ આપવીતી જણાવતા જ પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. આરોપી યુવાન પોલીસની હાથવેંતમાં જ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ સમગ્ર ચકચારી દુષ્કર્મની ઘટનાની તપાસ સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાગર્જ પોલીસ ઇન્સપેક્ટર કે.એલ.ગાધે ચલાવી રહ્યા છે.