પરિવારમાં લગ્ન હોત તો મને જણાવવામાં આવ્યું હોતઃ રણધીર

મુંબઇ, જ્યારથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના સંબંધો ઓફિશ્યલ થયા છે ત્યારથી ફેન્સ તેમને લગ્ન કરતા જાેવા માગે છે. કેટલાક મીડિયો રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ખૂબ જલ્દી કપૂર અને ભટ્ટ પરિવારમાં શરણાઈ વાગવાની છે કારણ કે તેઓ એપ્રિલના બીજા અઠવાડિયામાં લગ્ન કરે તેવી શક્યતા છે.
જાે કે, જ્યારે રણબીર કપૂરના કાકા રણધીર કપૂરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે રિપોર્ટ્સ નકાર્યા હતા અને કહ્યું હતું કે તેમણે હજી સુધી કંઈ સાંભળ્યું નથી. વાતચીતમાં રણધીર કપૂરે જણાવ્યું હતું કે, તે હાલ મુંબઈમાં નથી અને લગ્ન વિશે કંઈ સાંભળ્યું નથી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જાે તેમના ઘરમાં આટલા મોટા લગ્ન થઈ રહ્યા હો તો કોઈએ જરૂરથી તેમને ફોન કર્યો હોત અને જાણ કરી હોત.
આ સિવાય મહેંદી આર્ટિસ્ટ વીણા નાગડા, જેઓ ભૂતકાળમાં આલિયા ભટ્ટ સાથે કામ કરી ચૂક્યા છે, તેમણે તેમનો સંપર્ક હજી સુધી ન કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. થોડા દિવસ પહેલા તેઓ આલિયાને મળ્યા હતા ત્યારે પણ તેને લગ્નની વાતનો ઉલ્લેખ કર્યો નહોતો. ઉલ્લેખનીય છે કે, વીણા નાગડા સેલિબ્રિટી મહેદી આર્ટિસ્ટ છે, તેઓ અત્યારસુધીમાં ઘણી એક્ટ્રેસિસને લગ્નમાં મહેદી લગાવી ચૂક્યા છે.
તાજેતરમાં તેમણે શાહિદ કપૂરની બહેન સના, અંકિતા લોખંડે અને કેટરીના કૈફને મહેંદી મૂકી હતી. હાલમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન રણબીર કપૂરને તેના લગ્ન આલિયા ભટ્ટ સાથે ક્યારે થશે તેવો સવાલ કરવામાં આવ્યો હતો. ત્યારે એક્ટરે જણાવ્યું હતું કે, ‘મીડિયા સાથે વાતચીત કરતી વખતે હું તારીખ જાહેરાત કરી શકું નહીં. પરંતુ, ખૂબ જલ્દી પરણી જવાનો મારો અને આલિયાનો ઉદ્દેશ છે.
તેથી, હા ખૂબ જલ્દી અમે લગ્ન કરવાના છીએ’. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન અંગે ઋષિ કપૂરના બહેન રીમા જૈને પણ પ્રતિક્રિયા આપી હતી. બંનેના લગ્ન એપ્રિલમાં થવાના હોવાની વાત તેમણે નકારી કાઢી હતી. અને કહ્યું હતું કે ‘ના, એવું કંઈ નથી થવાનું.
તેઓ લગ્ન કરવાના છે. પરંતુ ક્યારે તે ખબર નથી. તેઓ નક્કી કરશે અને પછી બધાને જાણ કરશે. એપ્રિલમાં લગ્ન શક્ય જ નથી. હજી કોઈ તૈયારીઓ કરી નથી. તો પછી આટલી જલદી લગ્ન કેવી રીતે થશે?. વર્ષ ૨૦૧૮માં ફિલ્મના સેટ પર આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પ્રેમમાં પડ્યા હતા. તેઓ ખૂબ જલ્દી પહેલીવાર અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સ્ક્રીન શેર કરતા જાેવા મળશે.SSS