પરિવારે ખોટી શાન ખાતર પ્રેમ લગ્ન કરનારી પુત્રીની ઢોર માર મારીને હત્યા કરી
મેરઠ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પ્રેમ કરવાની સજા આજે પણ મોત ગણાય છે. મેરઠમાં ઓનર કિલિંગની સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પરિજનોએ પોતાની ખોટી શાન માટે પોતાની પુત્રીને માર મારીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને શ્મસાનમાં શળગાવી દીધી હતી. મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે મૃતક મહિલાના પતિએ પરિજનો ઉપર હત્યાનો આરોપ લગાવ્યો હતો. અને ૧૦ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. અત્યારે આરોપી ફરાર છે.
આ ઘટના મેરઠના ભાવનપુર વિસ્તારમાં ભુડપુર વિસ્તારની છે. જ્યાં રોમા નામની એક યુવતીએ પોતાના ગામમાં રહેનારા રાહુલને પ્રેમ કરી બેઠી હતી. પ્રેમી પ્રેમિકાએ પરિજનો આગળ પોતાના લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ યુવતીએ પરિજનોએ પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો. બંનેએ જુલાઈમાં લગ્ન કરી લીધા હતા અને પોત-પોતાના ઘરમાં રહેવા લાગ્યા હતા. આશરે ૨ દિવસ પહેલા જ યુવતીએ પોતાના પરિવારના લોકોને લગ્ન અંગે જાણ કરી હતી.
પરિજનોને આ વાતથી નારાજ હતા. તેમણે મહિલાને બંધક બનાવીને માર માર્યો હતો. રોમાને એટલી હદે માર માર્યો હતો કે તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ આ ઘટનાને દબાવવા માટે હત્યા સાથે જાેડાયેલા પુરાવા મીટાવવા અને લાશને ઠેકાણે લગાવવા માટે સ્મશાનમાં સળગાવી દીધી હતી.આ વાતની ગંધ રોમના પતિ રાહુલને લાગી હતી. ત્યારબાદ રાહુલે પરિજનો ઉપર હત્યાનો આરોપ લગાવ્યો હતો. અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આનન-ફાનનમાં રાહુલના આરોપોની તપાસ કરી તો રોમાની હત્યા થઈ ચૂકી હતી.
તેની લાશને સ્મશાનમાં સળગાવી પણ દીધી હતી. પોલીસે પરિજનોની પૂછપરછ કરવાની કોશિશ કરી તો તે બધા ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે પુરાવા એકઠાં કરવા માટે ફોરેન્સીક ટીમ અને એક્સપર્ટની ટીમનો સહાલો લીધો હતો.ત્યારબાદ ભાવનપુર પોલીસ સ્ટેશનમાં રોમાએ પરિવારના આશરે ૧૦ લોકો સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને અત્યારે પોલીસ આરોપીઓની શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે.HS