Western Times News

Gujarati News

પરિવારે ઠપકો આપતા કિશોરી રિસાઈને ઘરેથી નીકળી ગઈ, પોડીશી યુવાને દુષ્કર્મ આચર્યું

Files Photo

સુરત: સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં ઘરકામ કરવા બાબતે પરિવારે ઠપકો આપતા ઘરેથી ચાલી નીકળેલી ધોરણ-૮માં અભ્યાસ કિશોરીને પાડોશી યુવાન લગ્નની લાલચ આપીને નજીકના કારખાના લઈ ગયો હતો. અહીં પાડોશી યુવાને તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં તેને તરછોડી દીધી હતી. કિશોરીએ ઘરે આવીને તેની સાથે બનેલી ઘટના વિશે વાત કરતા પરિવારના સભ્યોએ યુવતીને સાથે રાખીને પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. સુરતમાં સતત દુષ્કર્મની ફરિયાદો સામે આવે છે. તેમાં પણ સગીર બાળકીઓ સાથે સૌથી વધુ આવી ઘટનાઓ બને છે. સુરતના શ્રમિક વિસ્તારમાં આવી ઘટનાઓ વધારે બનતી રહે છે. હવે વધુ એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય છે.

સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા શાહપુર ખાતે રહેતા પરિવારમાં પિતા રિક્ષા ચલાવે છે અને માતા સ્ટોન લગાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારની ધોરણ-૮માં અભ્યાસ કરતી કિશોરીને ઘરકામ નહીં કરવા માટે માતાએ ઠપકો આપ્યો હતો. આ વાતનું લાગી આવતા કિશોરી કોઈને કહ્યા વગર ઘરેથી ચાલી નીકળી હતી. ઘરેથી ચાલીને નીકળતી વખતે પડોશમાં રહેતા યુવાન આ મામલે પૂછતાં કિશોરીએ હકીકત જણાવી હતી.

જે બાદમાં આ યુવાન કિશોરીને તેની સાથે નિકાહ કરવાનું કહીને નજીકમાં આવેલા એક કારખાના ધાબા પાર લઈ ગયો હતો. અહીં તે કિશોરીને અડપલાં કરવા લાગ્યો હતો અને ત્યાર બાદમાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. બળાત્કાર બાદ કિશોરીને ધાક-ઘમકી આપીને જવા દીધી હતી. પોતાની સાથે બનેલી આ ઘટના બાદ કિશોરી ડરી ગઈ હતી.

જાેકે, બીજી તરફ મોડી રાત સુધી કિશોરી ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન કિશોરી મોડી રાત્રે મળી આવી હતી. દીકરીને હાલત જાેઈને પરિવારને તેની સાથે કંઈક બન્યાની શંકા પડી હતી. આ બાબતે કિશોરીની પૂછપરછ કરતા તેણે પોતાની સાથે બનેલી ઘટના અંગે જણાવ્યું હતું.

આ સાંભળીને જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે પરિવારે કિશોરીને સાથે રાખીને લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો અને આઈપીસીની બળાત્કારની કલમ લગાવી ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.