પરિવાર બાદ નીતૂ કપૂરે ફ્રેન્ડ્સ સાથે બર્થ ડે ઉજવ્યો
મુંબઈ: ૮ જુલાઈએ એક્ટ્રેસ નીતૂ કપૂરનો ૬૩મો જન્મદિવસ હતો. નીતૂ કપૂરે બર્થ ડે પોતાના પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો હતો. કપૂર પરિવારના ઘણાં સભ્યો નીતૂ કપૂરના બર્થ ડે સેલિબ્રેશનમાં સામેલ થયા હતા. ફેમિલી સાથે થયેલા નાનકડા સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ત્યારે નીતૂ કપૂરનું બર્થ ડે સેલિબ્રેશન હજી ચાલુ જ છે કારણકે હાલમાં જ તેમણે અંગત મિત્રો સાથે ઉજવણી કરી હતી. વીકએન્ડ પર નીતૂ કપૂરે ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને બાકીના મિત્રો સાથે બર્થ ડે ઉજવી હતી. નીતૂ કપૂરની ફ્રેન્ડ સુરીલીએ તેમના બર્થ ડે સેલિબ્રેશન માટે ખાસ તૈયારી કરી હતી.
મિત્રો અને પરિવારના સભ્યો સાથે નીતૂ કપૂરની તસવીરો બલૂન્સ સાથે લગાવીને ડેકરોરેટ કરવામાં આવી હતી. એટલું જ નહીં ડિનર ટેબલ પર જેને જ્યાં બેસવાનું હોય તેની નીતૂ કપૂર સાથેની તસવીર મૂકવામાં આવી હતી. દાખલા તરીકે, મનીષ મલ્હોત્રાને ટેબલની જે ખુરશીમાં બેસવાનું હતું ત્યાં મનીષની નીતૂ સાથેની તસવીર મૂકવામાં આવી હતી. આ બધી જ ખાસ તૈયારીઓ અને સેલિબ્રેશનની ઝલક નીતૂ કપૂરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બતાવી હતી. નીતૂ કપૂર માટે શાનદાર કેક પણ લાવવામાં આવી હતી
તેમણે ફ્રેન્ડ્સ સાથે કેક કાપી હતી. સેલિબ્રેશનમાં નીતૂ સાથે દીકરો રણબીર કપૂર, દીકરી રિદ્ધિમા, જમાઈ ભરત સહાની અને દોહિત્રી સમારા સામેલ થયા હતા. પરિવાર અને મિત્રો સાથે ઉજવણી કરીને ચોક્કસ નીતૂ કપૂર માટે ૬૩મો બર્થ ડે ખાસ બની ગયો હશે. ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પણ પાર્ટીમાં તેણે લીધેલી વિવિધ સેલ્ફીઓ પોસ્ટ કરી હતી. સેલ્ફીમાં મનીષ સાથે રિદ્ધિમા, રણબીર અને નીતૂ સહિત અન્ય મિત્રો પણ જાેવા મળી રહ્યા છે. વર્કફ્રંટની વાત કરીએ તો, લાંબા સમય બાદ નીતૂ કપૂર રૂપેરી પડદે પાછા ફરી રહ્યા છે.
ઋષિ કપૂરના અવસાન બાદ બંને બાળકો રિદ્ધિમા અને રણબીરના કહેવા પર નીતૂ કપૂર ફરી ફિલ્મો તરફ વળ્યા છે. કોરોના મહામારી દરમિયાન નીતૂ કપૂરે ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મમાં નીતૂ કપૂરની સાથે અનિલ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી છે.