પરિવાર-મિત્રોની હાજરીમાં યોજાયું કાજલનું સીમંત
મુંબઇ, એક્ટ્રેસ કાજલ અગ્રવાલ અને પતિ ગૌતમ કિચલૂ ખૂબ જલ્દી માતા-પિતા બનવાના છે. કપલે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે ગુડ ન્યૂઝ શેર કર્યા હતા. રવિવારે કાજલ અગ્રવાલનું સીમંત યોજાયું હતું, જેમાં માત્ર પરિવારના સભ્યો અને મિત્રોને સામેલ કરાયા હતા.
સીમંતની ઝલક એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર દેખાડી છે. જેમાં તે મોમ-ટુ-બી ખુશ લાગી રહી છે. સીમંતમાં એક્ટ્રેસે રેડ અને ગોલ્ડ કલરની સાડી પહેરી હતી તો ગૌતમ કિચલૂએ ક્રિસ્પ વ્હાઈટ કૂર્તા-પાયજામો અને રેડ જેકેટમાં ટિ્વનિંગ કર્યું હતું. કાજલ અગ્રવાલે પતિ ગૌતમ કિચલૂ સાથેની તસવીર શેર કરી છે. જેમાં તે પતિને હગ કરતી જાેવા મળી રહી છે. તસવીરની સાથે તેણે લખ્યું છે ગોદભરાઈ.
કાજલ અગ્રવાલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેની કોઈ ફ્રેન્ડે સીમંતની શેર કરેલી તસવીરોને રિ-શેર કરી છે. એક તસવીરમાં તે પતિ સાથે જાેવા મળી રહી છે. કપલ જ્યાં ઉભું છે ત્યાં ફ્લાવરનું સુંદર ડેકોરેશન પણ કરેલું છે. આ સાથે લખ્યું છે ‘બેબી ઓન બોર્ડ’.
બીજી તસવીર સીમંતમાં કરવામાં આવેલી વિધિ દરમિયાનની છે. કાજલે માથા પર પાલવ રાખ્યો છે જ્યારે પતિ બાજુમાં બેઠો છે. કાજલ અગ્રવાલે અન્ય જે બે તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે, તેમાં તેને બહેનપણીઓ સાથે પોઝ આપતી જાેઈ શકાય છે.
ઉલ્લેખનીય છે કે, ઘણી બધી અટળો બાદ ગૌતમ કિચલૂએ ન્યૂ યર પર કરેલી ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કાજલ અગ્રવાલ પ્રેગ્નેન્ટ હોવાનું જણાવ્યું હતું. કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલૂના લગ્ન ઓક્ટોબર, ૨૦૨૦માં મુંબઈમાં યોજાયા હતા. તેમના ગ્રાન્ડ વેડિંગમાં ખાસ મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. ગયા વર્ષે પહેલી એનિવર્સરી પર પતિને વિશ કરતાં કાજલ અગ્રવાલે રોમેન્ટિક તસવીર શેર કરી હતી.
તેણે લખ્યું હતું ‘જ્યારે તું અડધી રાતે બબડાટ કરે છે કે ‘શું તું જાગે છે? મારે તને આ શ્વાનનો વીડિયો બતાવવાની જરૂર છે’ ત્યારે પણ હું તને પ્રેમ કરું છું. તને મળેલી શ્રેષ્ઠ વ્યક્તિ તરફથી હેપ્પી ફર્સ્ટ એનિવર્સરી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કાજલ અગ્રવાલ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં તો પોપ્યુલર છે જ. આ સાથે તે બોલિવુડની ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. તેણે અજય દેવગણની ફિલ્મ ‘સિંઘમ’થી હિંદી ફિલ્મોમાં પગ મૂક્યો હતો.SSS