પરિવાર સાથે દરિયા કિનારે મસ્તી કરતી જાેવા મળી સની લિયોન
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી સની લિયોન પોતાના પતિ ડેનિયલ વેબર અને પુત્રી નીશા સાથે બીચ પર મસ્તી કરતી જાેવા મળી રહી છે. સનીએ ઈન્સ્ટાગ્રામ પર બીચ પર મજા માણતી કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં પુત્રી નીશા અને પતિ ડેનિયલ સાથે તે બીચનો આનંદ માણી રહી છે.
સની લિયોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરોને શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું કે ‘પતિ અને બાળકો સાથે બીચ પર’ સની દ્વારા શેર કરાયેલી તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સની આવનારા સમયમાં ‘વીરામાદેવી’ અને ‘કોકાકોલા’માં જાેવા મળશે.
સની લિયોન છેલ્લીવાર વેબ સીરિઝ ‘રાગિણી એમએમએસ ૨’માં જાેવા મળી હતી. આ ઉપરાંત સની સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ રહે છે તથા તેના પરિવારની તસવીરો અને વીડિયોઝ શેર કરતી રહે છે.