પરીક્ષા આપવા નીકળેલી ૮મા ધોરણની વિદ્યાર્થીની ગૂમ

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં ચોવીસ કલાક પહેલા ગૂમ થયેલી આઠમા ધોરણની વિદ્યાર્થીનીને શોધવામાં લાગેલી પોલીસને જ્યારે છોકરીના ફોન કોલ્સની ડિટેલ્સ મળી તો માથું ભમી ગયું. સીડીઆરથી જે એવી એવી વાતો સામે આવી છે કે વિશ્વાસ જ ન થાય.
સીડીઆરથી જે માહિતી મળી છે તે મુજબ વિદ્યાર્થીની ૩૬ છોકરાઓ સાથે મોડી રાત સુધી લાંબી ચેટ કરી ચૂકી છે અને તેમને બ્લોક પણ કરી ચૂકી છે. કોણ આ વિદ્યાર્થીનીને ભોળવીને લઈ ગયું છે તે હજુ સુધી આટલા બધા છોકરાઓની યાદી જાેઈને પણ પોલીસ કન્ફર્મ કરી શકી નથી.
હવે પોલીસ શાળામાં તેની સાથે ભણનારી છોકરીઓની પૂછપરછ કરીને એ જાણવાની કોશિશ કરી રહી છે કે વિદ્યાર્થીનીના નજીકના ફ્રેન્ડ સર્કલમાં કોણ કોણ સામેલ છે. પોલીસના જણાવ્યાં મુજબ શનિવારે એક ફરિયાદ મળી હતી કે શહેરની પ્રતિષ્ઠિત શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થીની વાર્ષિક પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળી પણ પાછી ફરી નહીં.
પરિજનોએ જ્યારે શાળાનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે વિદ્યાર્થીની તો પરીક્ષા આપવા પહોંચી જ નહતી. અનહોનીની આસંકામાં પરિજનો છોકરીને શોધવા માટે મદદની આશામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ દાખલ કરી છોકરીની શોધ શરૂ થઈ.
વિદ્યાર્થીના લાપત્તા થવાના મામલે પોલીસે પ્રાથમિક તપાસ માટે તેના મોબાઈલના વોટ્સએપ ચેટ તપાસવાનું શરૂ કરી દીધુ. પોલીસે વોટ્સએપ ચેટના આધારે છોકરીના એક મિત્રને બોલાવીને તપાસ શરૂ કરી તો છોકરીનો મિત્ર અન્ય છોકરાઓ સાથેની ચેટ જાેઈને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. સીડીઆર રિપોર્ટમાં ૩૬ નંબર તો એવા મળ્યા કે જેની સાથે રાતે બે-બે વાગ્યા સુધી લાંબી ચેટ થઈ હતી.
એક એક કરીને તમામ નંબરો બ્લોક કરી દેવાયા હતા. હાલમાં જે નંબર પર વાત થઈ હતી તે છોકરાઓની પોલીસ પૂછપરછ કરી રહી છે. તપાસ દરમિયાન એક વિદ્યાર્થી એવો પણ મળ્યો જેણે પૂછપરછમાં જણાવ્યું કે તે પણ વિદ્યાર્થીનીને પ્રેમ કરતો હતો અને તેની આર્થિક મદદ પણ કરતો રહેતો હતો. તેને એ ખબર નહતી કે છોકરી અન્ય છોકરાઓ સાથે વાત કરતી હતી. આટલું જણાવ્યાં બાદ તે રડવા લાગ્યો હતો.
પોલીસકર્મીઓએ તેને માંડ માંડ શાંત કરાવ્યો હતો. અત્રે જણાવવાનું કે છોકરીને કોરોનાકાળમાં ઓનલાઈન અભ્યાસ માટે પરિજનોએ મોબાઈલ ફોન અપાવ્યો હતો. વિદ્યાર્થીનીએ ઘર છોડતા પહેલા પોતાનો સ્માર્ટ ફોન ઘરે જ છોડ્યો હતો અને પોતાના ફેસબુક ફ્રેન્ડ સાથે ભાગી ગઈ.
જાે કે જતા પહેલા તે તેની બહેનપણીને આખી વાત જણાવીને ગઈ હતી. પોલીસ હાલ અન્ય બ્લોક કરાયેલા નંબરો સંલગ્ન લોકો સાથે પણ સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે. આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની ઘરેથી વાર્ષિક પરીક્ષા આપવાના બહાને નીકળી પરંતુ શાળાએ પહોંચી જ નહીં. આ એક આંખ ઊઘાડતો કિસ્સો છે.SSS