પરીક્ષા ન આપવા છાત્રાનું પોતાના અપહરણનું નાટક
સુરત, સુરતમાં એક વિદ્યાર્થીનીએ પરીક્ષા હોવાથી પોતે જ અપહરણનું નાટક રચીને ઘરેથી નિકળી ગઇ હતી. જાે કે આ પહેલા કિશોરીને રીક્ષા ચાલક ઉપાડીને સ્ટેશન તરફ લઈ ગયો હોવાનું ઓડિયો મેસેજ વાઇરલ થયા બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પરંતુ કિશોરી મળ્યા બાદ તેને અંગ્રેજીની પરિક્ષા ન આપવી હોવાથી કિશોરીએ પોતાના જ અપહરણનું નાટક રચી ઓડિયો વાઇરલ કર્યો હોવાનુ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું.
શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થીની કોઇક રિક્ષા ચાલક ઉપાડીને સ્ટેશન બાજુ લઈ ગયો હોવાના સગીરાના ફોટો સાથેનો ઓડિયો બપોરના સમયે સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. આ મેસેજ અંગે પોલીસને પણ જાણકારી મળતા પોલીસ વિદ્યાર્થિનીને શોધવાના કામે લાગી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમે સીસીટીવી ફુટેજને આધારે સગીરાને ગણતરીના સમયમાં જ શોધી કાઢી છે.
અંગ્રેજી વિષયની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીનીએ પોતે જ અપહરણનું નાટક રચીને ઘરેથી નિકળી ગઇ હોવાનું પોલીસની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું હતું.
ઓડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. તેણીનું કોઇક રીક્ષા ચાલકે અપહરણ કરી લીધું હોવાનો ઓડિયો સાંભળી પરિવારજનો પણ ચિંતામાં મુકાયા હતા. અડાજણ પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાંચની ટીમો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઓડીયોને ગંભીરતાથી લઇ વિદ્યાર્થીનીને તેના વાયરલ થયેલા ફોટોને આધારે શોધવા ટીમો કામે લગાડી હતી.
અડાજણ વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થિની મંગળવારે સવારે ૧૧ વાગ્યે તેના ઘરેથી સ્ટેશનરી લેવા માટે જઈ રહી હોવાનું કહીને ઘર બહાર નિકળી ગઇ હતી. જાેકે કલાકો સુધી તેણી પરત ફરી ન હતી. બીજી તરફ આ વિદ્યાર્થીનીના ફોટા સાથેનો અને ફોટોને પગલે અનેક લોકો તેને શોધવાના કામે લાગ્યા હતા. દરમિયાન આ વિદ્યાર્થીની અડાજણ સ્વામીનારાયણ મંદીર પાસેથી મળી આવી હતી. ક્રાઇમ બ્રાંચે વિદ્યાર્થિની શોધી કાઢી તેનો કબ્જાે અડાજણ પોલીસને સોંપ્યો હતો.
પોલીસની પ્રાથમિક પુછપરછમાં વિદ્યાર્થીનીએ તેણીની અંગ્રેજી વિષયની પરીક્ષા હતી અને તેને આ પરીક્ષા આપવી ન હતી. તેથી તેણે અપહરણની વાર્તા ઘડી કાઢી ઓડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કરી દીધો હોવાનું જણાવ્યુ હતુ. વધુમાં સુત્રોના જણાવ્યા અનુસાર આ વિદ્યાર્થીનીને યુટ્યુબર બનવું હોય તે કારણથી પણ ઘરની બહાર નિકળી ગઈ હતી.SSS