પરીક્ષા રદ્દ કરવા કોરોનાનો ખોટો મેસેજ ફરતો કર્યો
રાજકોટ: અમદાવાદઃ એક અઠવાડિયા પહેલા દેખીતો ન્યૂઝ રિપોર્ટ વાયરલ થયો હતો, જેમાં ઉલ્લેખ હતો કે ઉદ્ગમ સ્કૂલના ૧૩ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને પ્રેક્ટિલ માટે બોલાવ્યા પછી આ સ્ટુડન્ટ્સ કોરોના સંક્રમિત થયા હતા. આ ફેક ન્યૂઝ મામલે સ્કૂલે તપાસ કરતાં સામે આવ્યું કે આ કારસ્તાન ધોરણ ૧૧ની એક વિદ્યાર્થિનીએ કર્યું હતું, જે ઓફલાઈન પરીક્ષાઓ માટે તૈયાર નહોતી.
તેને ખબર પડી કે સ્કૂલના સત્તાધીશોએ અમદાવાદ (શહેર) જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી ફાઈનલ એક્ઝામ ઓફલાઈન લેવા માટે મંજૂરી માગી છે ત્યારે છોકરીને ફાળ પડી હતી. ઉદ્ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના ટ્રસ્ટી મનન ચોક્સીએ કહ્યું, આ છોકરીએ ફેક ન્યૂઝ તૈયાર કર્યા, આખી વાત ઉપજાવી કાઢી અને ફોટોશોપની મદદ લીધી. બાદમાં આ ન્યૂઝ રિપોર્ટ સ્કૂલના બધા ગ્રુપમાં ફરતો કર્યો હતો.
વિદ્યાર્થિનીના માતાપિતા આ વિશે ચર્ચા કરવા અમારી પાસે આવ્યા હતા અને તેમની દીકરી સામે જે પણ પગલાં લેવાય તેમાં તેમણે સંમતિ દર્શાવી હતી. જાે કે, અમે તેની સામે પોલીસ ફરિયાદ દાખલ ન કરવાનો ર્નિણય કર્યો હતો. છોકરીએ
હવે પશ્ચાતાપ પણ કરી લીધો છે. આ ઉપજાવી કાઢેલા સમાચાર કોણે લખ્યા છે તે શોધવા માટે સ્કૂલના સત્તાધીશોને ખૂબ મથામણ કરવી પડી હતી. સત્તાધિશોના કહેવા મુજબ, પહેલા તો તેમણે પોસ્ટ ફરતી થઈ તે પહેલા જેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા
તેમની તપાસ કરી હતી, જેથી કોઈ કોવિડ કેસ છે કે નહીં તેની જાણકારી મળી શકે. “જ્યારે એક પણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત ના મળ્યો ત્યારે અમે મેસેજ સૌથી પહેલા ક્યાંથી આવ્યો હતો તે શોધ્યું. ઢગલાબંધ ફોન કર્યા અને સોશિયલ મીડિયા પોસ્ટની ઝીણવટભરી તપાસ કર્યા બાદ ધોરણ ૧૧ની વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થિની સુધી પહોંચી શક્યા,
તેમ મનન ચોક્સીએ કહ્યું. કથિત રીતે વિદ્યાર્થિનીએ સ્કૂલના સત્તાધીશો અને તેના માતાપિતાને જણાવ્યું કે, તે ઓફલાઈન પરીક્ષા માટે તૈયાર નહોતી. માટે તેણ ફેક પોસ્ટ મૂકવાનું નક્કી કર્યું જેથી સત્તાધીશો વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવીને પરીક્ષા લેવાનું મોકૂફ રાખે.