પરીણિતાએ વીડિયો બનાવી સાબરમતીમાં ઝંપલાવ્યું
અમદાવાદ, થોડા સમય પહેલા આયશા નામની એક પરિણીતાએ અંતિમ વિડીયો બનાવી પોતાની આપવીતી જણાવી સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. જે કેસમાં ત્રાસ આપનાર તેના પતિની ધરપકડ કરાઈ હતી. આવી જ વધુ એક ઘટના સામે આવી છે.
નદીમાં ઝમપલાવી આપઘાત કરવાની ઘટનામાં પોલીસે મૃતકના પતિ સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે. સમીમબાનુ નામની ૩૦ વર્ષીય મહિલાએ બારેક વર્ષ પહેલા વટવા માં રહેતા અબ્દુલ માજીદ અન્સારી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.
લગ્નજીવન દરમિયાન મહિલાએ ચાર બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. આ યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેના પિયરજનો તેને શરૂઆત માં બોલાવતા નહોતા. પણ એકાદ વર્ષ બાદ તેણે દીકરીને જન્મ આપ્યા બાદ પિયરજનોએ બોલવાનું શરૂ કર્યું હતું.
ત્રણ ચાર વર્ષ સુધી તેના પતિએ તેને સારી રીતે રાખી પણ બાદમાં ઝગડો તકરાર કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સમીમબાનુનો પતિ અવાર નવાર નાની નાની બાબતોમાં ઝગડા કરી ત્રાસ આપવા લાગ્યો હતો. જ્યારે સમીમબાનુ પિયરમાં આવે ત્યારે તેના પતિ ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરતી પણ તેનો સંસાર ન બગડે તે માટે તેના ઘરવાળા સમજાવી પરત મોકલતા હતા.
છતાંય તેના પતિએ ત્રાસ આપવાનું શરૂ રાખ્યું હતું. સમીમબાનુનો પતિ તેને વાયર અને પટ્ટાથી માર પણ મારતો હતો. જેથી સમીમબાનુએ વટવા પોલીસસ્ટેશનમાં અરજી કરી હતી. ત્યારબાદ તેનો પતિ આવ્યો અને ચાલ તને છૂટાછેડા અપાઈ દવું કહીને લઈ ગયો હતો. સમીમબાનુને તેનો પતિ પિયરમાં જવા દેતો નહિ જેથી તે છુપાઈને પિયરજનોને મળવા જતી હતી.
સમીમબાનુએ પરિવારજનોને એવું પણ જણાવ્યું હતું કે તેનો પતિ કોઈ અજાણી સ્ત્રી સાથે વાત કરે છે અને પૂછે તો તેને મારે છે. સમીમબાનુનો પતિ તેને કોઈ દવા આપતો જેથી તેને કઈ યાદ પણ રહેતું નહોતું અને સતત માથામાં દુખાવો થયા કરતો હતો.
થોડા મહિના પહેલા સમીમબાનુએ ફાસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો પણ બાળકોની ચિંતા કરી આ પગલું ભર્યું નહોતું. ગત ૪ તારીખના રોજ આ સમીમબાનુ પિયર આવી અને તેના પતિ માર મારતા હોવાનું જણાવી નાકની નથણી પણ તૂટી ગઈ હોવાનું જણાવ્યું હતું.
બાદમાં ૬ તારીખના રોજ ઘરેથી શાક લેવાનું કહી નીકળી હતી પણ ઘરે પરત ન આવતા તેની શોધખોળ હાથ ધરી હતી. વોટ્સએપ મારફતે એક મહિલાની લાશ નદીમાંથી મળી હોવાનું જણાવતા તમામ લોકો ત્યાં પહોંચ્યા ત્યારે લાશ સમીમબાનુનું હોવાનું સામે આવ્યું હતું.SSS